ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું તે અવસરે ગણધર સ્મૃતિ…
જૈનો માટે દિપાવલીનો દિવસ એ મહાવીર પ્રભુના મોક્ષ – નિવોણનો દિવસ છે,સાથોસાથ ઈન્દ્રભૂતિ ગણધર ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન – કેવળ દશેન પ્રાપ્ત થયેલું તેથી આ દિવસોને જ્ઞાનના પ્રકાશ – આત્માના અજવાળાના પ્રતિક તરીકે પણ ઊજવાય છે.સમયક્ જ્ઞાન એ સાવેભોમિક છે,કોઈ જ્ઞાતિ કે વ્યક્તિનો ઈજારો નથી આ વાત ઈન્દ્રભૂતિ નામના બ્રામણે સાબિત કરી દિધું.જયાંથી પણ સમયક્ જ્ઞાન મળે ત્યાંથી મેળવવું જોઈએ. જ્ઞાન સદા કલ્યાણકારક જ હોય છે.ધમે પ્રેમીઓ આખી રાત ધમે જાગરણ કરી માળા ફેરવી આત્મ રમણતા કરતાં હોય છે. રાત્રે ૭:૦૦ થી ૧૦:૦૦ ” મહાવીર સ્વામી સવેજ્ઞાય નમ : ,રાત્રે ૧૨:૦૦ થી ૩:૦૦ “મહાવીર સ્વામી પારંગતાય નમ : અને વ્હેલી સવારની પરોઢીએ ૪:૦૦ કલાકે “મહાવીર સ્વામી પહોંચ્યા નિવોણ,ગૌતમ સ્વામી પામ્યા
કેવળ જ્ઞાન તેમજ નૂતન વર્ષે “અનંત લબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામી નમ :થી નવા વષેનો શુભાંરભ કરાય છે.
આપણે સૌ પ્રભુ મહાવીરનું સ્મરણ અનેક વખત કરીએ છીએ પરંતુ ગણધર ગૌતમ સ્વામીને વષેમાં કદાચિત એક જ વાર દિપાવલી આસો વદ અમાસના દિને યાદ કરતાં હશું.કોઈ જિજ્ઞાસુ પ્રશ્ર્ન કરે કે ગુરુ અને શિષ્યની બેષ્ઠ અને શ્રેષ્ઠ જોડી કઈ ? તો તરત જ સૌના મુખ ઉપર ” મહાવીર – ગૌતમ ” નું નામ આવ્યાં વગર રહે નહીં.
તીર્થપતિ તીર્થકર પ્રભુ મહાવીરના વ્હાલા, લાડકવાયા, લાડલા,પટ્ટધર, પ્રધાન શિષ્ય એટલે ગૌતમ ગણધર.
પ્રભુ મહાવીરના જયેષ્ઠ શિષ્ય ગૌતમ ગણધરનું અંતરંગ અને બાહ્ય વ્યક્તિત્વનું વણેન જૈનાગમ ભગવતી સૂત્રમાં જણાવ્યા મુજબ ગૌતમ સ્વામી ઉગ્ર – ઘોર તપસ્વી,ચૌદ પૂર્વી,ચાર જ્ઞાનના ધારક તથા તેઓની શ્રદ્ધા, જિજ્ઞાસા પ્રબળ હતી.ગૌતમ સ્વામી પ્રભુને વિનય પૂવેક પ્રશ્ર્ન કરે ત્યારે સે ભંતે કહે અને પ્રશ્ર્નનો પ્રત્યુત્તર સાંભળીને કહે સેવમભંતે અર્થાત આપ કહો છો તે જ સાચું છે. ગૌતમ ગણધર ચાર જ્ઞાનના ધારક હતાં, જિજ્ઞાસા વૃત્તિ જબરદસ્ત હતી.પ્રભુ મહાવીર પ્રત્યે અનન્ય ભક્તિ ભાવ હતો.પ્રભુને પણ તેઓના પ્રત્યે અપાર સ્નેહ હતો.
ઈન્દ્રભૂતિ ગૌતમ પ્રકાંડ પંડિત હતાં. આઈ એમ ઓલવેઈઝ રાઈટ હું જ હંમેશાં સાચો આવું માનનારા બહુ મોટા ગજાના ભૂદેવ હતાં. પ્રભુ મહાવીર સાથેની પ્રથમ જ મુલાકાતે તેના જીવનનો ટર્નીંગ પોઈન્ટ લાવી દીધો.હું નહીં પરંતુ મહાવીર જગમાં મહાન એવું બોલી ઊઠ્યા. ગૌતમ ગણધરને જ્ઞાનની તીવ્ર તરસ લાગેલી.જયારે કોઈ જીવાત્માને તીવ્ર તૃષા લાગે છે ત્યારે ગમે તેમ કરીને પરબ સુધી પહોંચી જાય છે.
ટૂંકમાં, ગૌતમ ગણધર ગરીમાપૂણે જિનાજ્ઞામય જીવન જીવી ગયાં.પ્રભુએ એટલે જ પોતાની અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્ર અ.૧૦ માં કહ્યું… સિધ્ધી ગયે ગોયમે, ગૌતમ સ્વામી સિધ્ધ ગતિને વર્યા. તુલસીદાસજીના શબ્દોનું સ્મરણ થઈ જાય કે સાધુ કપાસના ફૂલ જેવા હોય છે.કરમાઈ જાય ત્યારે રૂ બનીને દીપક સ્વરૂપે જગતને પ્રકાશ આપે છે.ગૌતમ ગણધર ભગવંતનો જેટલો ઉપકાર માનીયે તેટલો ઓછો છે કારણ કે, ઉપ્પનેઈવા,વિગમેઈવા અને ધુવેઈવાના માધ્યમથી જિનેશ્વર ભગવંતોની જિનવાણી રૂપી આગમો આપણા સુધી પહોંચાડ્યા.