ટીમ ઈન્ડિયાના ક્રિકેટરે ઝોહરાનો આજીવન અભ્યાસનો ખર્ચ આપવાની પહેલ કરી
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર ગૌતમ ગંભીરે ઉમદા કામગીરી કરી છે. ભારતીય સેનાના એક શહિદ જવાનની પુત્રીને આજીવન અભ્યાસનો ખર્ચ ઉપાડવાની તૈયારી બતાવી છે. કાશ્મીરી છોકરી ઝોહરાને ટ્વીટ કરીને ગૌતમ ગંભીરે કહ્યું છે કે, હું તને તારા શહિદ પિતા પરત અપાવી શકુ તેમ નથી પરંતુ તારા સપનાને પુરા કરવા માટે આગળ અભ્યાસ કરવા માટે તમામ પ્રકારની મદદ કરવા માટે તૈયાર છું અને છેક સુધી તારા અભ્યાસનો ખર્ચો આપવાની મારી તૈયારી છે.ગૌતમ ગંભીરે ઝોહરાને કહ્યું કે, તારા સપનાને જીવી જાણ, તારા પિતાએ દેશ માટે પોતાના પ્રાણનું બલીદાન આપ્યું છે તે એળે ન જવું જોઈએ, તેઓ તો અમર થઈ ગયા છે, હું તેમને પરત લાવી શકુ તેમ નથી પરંતુ તારા તમામ પ્રકારના સપનાને પુરા કરવા માટે હું શકય તેટલી તમામ મદદ કરવા માટે તૈયાર છું.ઝોહરાએ ગૌતમ ગંભીરને વળતો જવાબ આપતા લખ્યું છે કે, થેંકયુ ગૌતમ સર હું અને મારો પરિવાર તમારા ખુબજ આભારી છીએ, હું મોટી થઈને ડોકટર બનવા માંગુ છું. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, કાશ્મીરની ૮ વર્ષીય બાળા ઝોહરા ભારતીય શહિદ જવાન અબ્દુલ રસીદની પુત્રી છે. અબ્દુલ રસીદનું ગયા મહિને ફરજ પર આતંકવાદીઓ સામે લડતા મૃત્યુ થયું હતું.