અનુભવી ક્રિકેટર ગૌતમ ગંભીરે યુવા પેસર નવદીપ સૈનીની ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવાને લઈને દિલ્હી તેમજ જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)ના અધિકારીઓ પર કટાક્ષ કર્યો છે.
નવદીપની દિલ્હી રણજી ટીમમાં પસંદગીને લઈને ડીડીસીએના કેટલાક અધિકારીઓએ વિરોધ કર્યો હતો, ત્યારે ગંભીરે આ યુવા પેસરનો સાથ આપ્યો હતો અને હવે તેને અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સામેલ કરાયો છે.
ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું કે, ‘ડીડીસીએના સભ્યો બિશનસિંહ બેદી અને ચેતન ચૌહાણ પ્રત્યે મારી ‘સંવેદનાઓ’, ભારતીય ટીમાં ‘બહારના’ નવદીપ સૈનીને સામેલ કરાયો છે. મને જણાવાયું છે કે કાલે આર્મબેન્ડ (હાથ પર બાંધવામાં આવતો પટ્ટો) બેંગલુરુમાં 225 રૂપિયામાં મળી રહ્યો છે. સર, યાદ રાખજો કે નવદીપ પહેલા ભારતીય છે અને એ પછી સ્થાનિક
આ પહેલા નવદીપની દિલ્હી રણજી ટીમમાં પસંદગીને લઈને ડીડીસીએના કેટલાક અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે કેટલાક મીડિયા રિપોર્ટસમાં જણાવાયું હતું કે ,હરિયાણાનો છોકરો દિલ્હીમાંથી કેવી રીતે રમી રહ્યો છે, પરંતુ તેમ છતાં ગૌતમ ગંભીરે નવદીપનો સાથ આપ્યો હતો. નવદીપે પણ પોતાને સાબિત કરી બતાવ્યો અને દિલ્હી માટે રણજી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.