આપ ઉમેદવાર આતિશીએ ગૌતમ ગંભીર પર આરોપ લગાવ્યો કે તેમણે વિવાદાસ્પદ ચોપાનિયા વહેંચ્યા: ગૌતમે પણ કેજરીવાલ, મનિષ સિસોદીયા અને આતિશીને માનહાનીની નોટિસ મોકલી

આમ આદમી પાર્ટીએ વિવાદિત ચોપાનિયા વેચવાની બાબતે પૂર્વ દિલ્હી સીટના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને લીગલ નોટિસ મોકલી છે. તે સાથે જ પાર્ટીએ ગંભીરને તાત્કાલિક લેખિતમાં માફી માગીને સાચી વાતને ૨૪ કલાકની અંદર ન્યૂઝ પેપરમાં પ્રકાશિત કરવા કહ્યું છે. આપનો આરોપ છે કે, ગંભીરે ન્યૂઝ પેપરની સાથે જ તેમના વિરોધી ઉમેદવાર આતિશી વિશે વિવાદિત ચોપાનિયા વહેંચ્યા છે.

નોટિસ પ્રમાણે ગૌતમ ગંભીર આતિશી મર્લેનાથી માફી નહીં માંગે તો તેમના વિરુદ્ધ ક્રિમિનલ અને સિવિલ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવશે. ગંભીરે શુક્રવારે ટ્વિટ કરી હતી કે, જો કેજરીવાલ તે સાબીત કરી દે કે આ ચોપાનિયા સાથે મારે કોઈ લેવા-દેવા છે તો હું જાહેરમાં જનતાની સામે ફાંસી લગાવી લઈશ. અને જો એવું ન થાય તો કેજરીવાલ રાજકારણ છોડી દેશે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આપના ત્રણેય નેતાઓ (કેજરીવાલ, સિસોદિયા અને આતિશી)એ ગંભીરની બીનશરતી માફી માંગવી જોઈએ. ખોટા આરોપ લગાવીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જો માફી માંગવામાં નહીં આવે તો સિવિલ અને ક્રિમિનલ બંનેમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ગંભીરે કહ્યું, જે પણ થયું હું તેની નિંદા કરુ છું. હું તે પરિવારમાંથી આવું છું જ્યાં મહિલાઓનું સન્માન કરવાનું શીખવવામાં આવે છે. મને નહતી ખબર કે અરવિંદ કેજરીવાલ આટલી નીચલી કક્ષાએ જતા રહેશે. અમે ત્યાં સુધી ક્યારેય નહીં જઈએ જ્યાં આપના નેતા જઈ રહ્યા છે.

આતિશી વિરુદ્ધ ચોપાનિયા વેચવાના મુદ્દે ક્રિકેટર હરભજન સિંહ અને વીવીએશ લક્ષ્મણે ગંભીરને સમર્થન આપ્યું છે. હરભજન સિંહે ટ્વિટ કર્યું છે કે, ગૌતમ ગંભીર વિશે થયેલા ઘટનાક્રમથી આશ્ચર્ય ચકિત છું. તે મહિલાઓ વિરુદ્ધ કદી એક શબ્દ ન બોલી શકે. તે જીતે કે હારે તે અલગ વાત છે પરંતુ આ વ્યક્તિ આ બધી વાતથી ઉપર છે. લોકસભા ચૂંટણીમાં આપ ઉમેદવાર આતિશી અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગૌતમ આરોપ લગાવ્યા હતા. ત્યારે આતિશી રોવા લાગી હતી. કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, મહિલાઓ વિશે આવી વીચારસરણી છે તો સુરક્ષા કેવી રીતે કરશે? આતિશીની સ્થિતિ મજબૂત હોવાથી વિરોધી તેમની છબી બગાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.