તંત્ર સામે જીવદયા પ્રેમીઓનો રોષ: અનેક વાર રજુઆત છતાં વીજ પોલ ન હટાવતા પ્રશ્ન ઉદભવ્યા હોવાનો આક્ષેપ
ધ્રાગધ્રા શહેરની ફુલગલી વિસ્તાર પાસે ગઇકાલે અચાનક PGVCLના પોલમા શોર્ટ-સક્રિટ થતા એક ગૌવંશનો ભોગ લેવાયો હતો. અગાઉ પણ કેટ કેટલીય વખત PGVCLની બેદરકારી સામે આવી હતી પરંતુ અહિ વિસ્તાર રહેણાંક વિસ્તાર હોય અને આ પોલ બરોબર રહેણાંક મકાનોની બાજુમા હોવાથી અન્ય લોકો પોતાનો જીવ ગુમાવતા માંડ બચી ગયા હતા.
જે લોકોના જીવની સામે ગૌવંશનો જીવ લેવાયો હતો. ધ્રાગધ્રા શહેરના અનેક વિસ્તારોમા હજુ કેટલાક પોલ એવા પણ છે જેને વારંવાર ત્યાના રહિશો દ્વારા રજુવાત કરવા છતા પણ PGVCL તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી જેના લીધે લોકોના જીવ જોખમમા મુકાય છે ત્યારે અગાઉ પણ PGVCLની આવી જ બેદરકારીના લીધે શહેરના હળવદ દરવાજા વિસ્તાર પાસે જરજરીત પોલ મહિલા પર પડતા મહિલાનુ મોત નિપજ્યુ હતુ.
તેવામા ફરી એક વખત PGVCLની બેદરકારી સામે આવી છે અને વિજપોલમા શોર્ટ-સક્રિટના લીધે એક ગૌવંશ મોતને ભેટી છે. PGVCLની બેદરકારીના લીધે ગૌવંશના મોતને લઇને ધ્રાગધ્રા શહેરના જીવદયા પ્રેમીઓના ગ્રુપ દ્વારા તુરંત PGVCLના કર્મચારીઓને તાત્કાલિક બોલાવાયા હતા પરંતુ ત્યા સુધીમા ગૌવંશનુ મોત થયુ હતુ.
જ્યારે આ બાબતને લઇને ધ્રાગધ્રા શહેરના જીવદયા પ્રેમીઓમા દયાવાન ગ્રુપ, આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠનસહિતની સંસ્થાઓના મુન્નાભાઇ રબારી, મોહીત કંશારા દ્વારા PGVCLતંત્ર સામે રોષ વ્યક્ત કરાયો હતો. જ્યારે આ તરફ રહિશો દ્વારા પણ અગાઉ વિજપોલ બાબતે અનેક વખત રજુવાત કરવા છતા વિજપોલ ન હટાવટા આ પ્રશ્ન ઉદભવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.