ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આ વર્ષે તેમની સંપત્તિમાં સૌથી વધુ નાણાંનો ઉમેરો કર્યો છે. આ કિસ્સામાં,અદાણીએ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસને પણ પાછળ છોડી દીધો છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ગૌતમ અદાણીના બંદરોથી લઈને પાવર પ્લાન્ટ્સના વ્યવસાય તરફના રોકાણકારોના રસને કારણે છે.
બ્લૂમબર્ગ બિલિનિયર્સ ઈન્ડેક્સ અનુસાર,ગૌતમ અદાણીની કુલસંપત્તિ 2021માં 16.2 બિલિયન ડોલરથી વધીને 50 બિલિયન ડોલર થઈ છે. આ સાથે,અદાણી વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ બની ગયા છે. આ રેસમાં તેણે એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે. અદાણી ગ્રૂપના એક સ્ટોક સિવાય અન્ય તમામ શેરોમાં આ વર્ષે ઓછામાં ઓછું 50 ટકાની તેજી આવી છે.
અદાણીની સંપત્તિમાં તેજી એશિયા અને ભારતના શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. અંબાણીએ 8.1 બિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે. બ્લૂમબર્ગના આ રિપોર્ટમાં ગૌતમ અદાણીનું વધતું કદ પણ બતાવવામાં આવ્યું છે. અદાણી ઝડપથી પોતાનું સામ્રાજ્ય વિસ્તૃત કરી રહ્યું છે. ભારતમાં તેમણે વ્યવસાયમાં બંદરો,વિમાનમથકો,ડેટા સેન્ટરો અને કોલસાની ખાણો ઉમેરી રહ્યા છે. જો કે,તેનો કાર્મીકલ કોલ પ્રોજેક્ટ ઓસ્ટ્રેલિયામાં વિવાદમાં છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે ગયા મહિને ભારતમાં 1 જીડબ્લ્યુ ડેટા સેન્ટર ક્ષમતા વિકસાવવા માટેના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.