કાઉન્સિલના પ્રમુખ અતુલ કેશપ અદાણી ગ્રુપના બિઝનેશ માળખાથી થયા પ્રભાવિત

યુએસ ચેમ્બર ઓફ કોમર્સની યુ.એસ. ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીને 2022 ગ્લોબલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાશે. બિઝનેસ ક્ષેત્રમાં તેમની દૂરંદેશી અને નેતૃત્વને નવાજતા આ એવોર્ડ આપવામાં આવનાર છે. 7 સપ્ટેમ્બર 2022ના રોજ નવી દિલ્હી ખાતે આયોજીત યુ.એસ.આઇ.બી.સી.ની ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં ગ્લોબલ લીડરશિપ એનાયત થશે. કંપનીના પ્રમુખ અને એમ્બેસેડર (નિવૃત્ત) અતુલ કેશપે ગુજરાતમાં કચ્છ જિલ્લામાં સ્થિત અદાણી મુંદ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની મુલાકાત લીધી હતી.

કંપનીના પ્રમુખ અતુલ કેશપે જણાવ્યુ હતું કે ગુજરાતમાં મારી સૌ પ્રથમ મુલાકાત દરમિયાન મને ગૌતમ અદાણીને મળીને ભારત ઉદય અંગેના તેમના વિઝનની ચર્ચા કરવાથી આનંદ થયો. અદાણી મુન્દ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્કથી પ્રભાવિત થયો છું. ગુજરાતને બિઝનેસ ક્ષેત્રે અગ્રણી બનાવવામાં મુન્દ્રામાં અદાણી ગ્રુપનું વૈશ્ર્વિક કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ મહત્વના કારણો પૈકી એક છે. 7મી સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતેની સમિટમાં અદાણીને ગ્લોબલ લીડરશિપ એવોર્ડ એનાયત કરવા માટે આતુર છે. ત્યાં અમે ભારતની વિકાસ ગાથાના 75 વર્ષની ઉજવણી કરીને આગામી 75 વર્ષની યુ.એસ.-ભારતની સમૃદ્ધિની રૂપરેખા બનાવશે.

2007થી દર વર્ષે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સની ભાગીદારીને મજબૂત કરતા તેમજ પ્રતિબદ્ધતા દર્શાવતા ટોચના કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સને આ ગ્લોબલ લીડરશીપ એવોર્ડ આપવામાં આપે છે.  અગાઉ આ પુરસ્કારના મેળવનારાઓમાં એમેઝોનના સ્થાપક, એક્ઝિક્યુટિવ ચેરમેન અને ભૂતપૂર્વ પ્રમુખ અને સી.ઇ.ઓ. જેફ બેઝોસ: ગુગલના સીઇઓ સુંદર પિચાઈ, નેસડેકના પ્રમુખ અને સીઇઓ એડેના ફ્રીડમેન, ફ્રેડેક્સ કોર્પોરેશનના સ્થાપક અને અધ્યક્ષ ફ્રેડ સ્મિથ તેમજ કોટક મહિન્દ્રાના સી.ઇ.ઓ. ઉદય કોટકનો સમાવેશ થાય છે. યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલની ઈન્ડિયા આઈડિયાઝ સમિટ 7 સપ્ટેમ્બર 2022ના રોજ તાજ પેલેસ હોટેલ, નવી દિલ્હી ખાતે યોજાશે. આ વર્ષની સમિટમાં ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, યુએસના ઉર્જા સચિવ જેનિફર ગ્રાનહોમ, આસિ. સેક્રેટરી ડોનાલ્ડ લુ, જેવા ઉચ્ચ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.