અદાણી ગ્રૂપના શેરોમાં તેજીની તેજતરાર  ગતિના મજબૂત તરાપાની  મદદથી, અબજોપતિ ગૌતમ અદાણી  2022ના વર્ષમાં વિશ્વના ત્રીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ તરીકે જ નહીં પરંતુ દુનિયાના અન્ય કોઈ કરતાં પણ વધુ અબજોની કમાણી કરીને કમાણી કરનાર ટોચના ઉદ્યોગકાર તરીકે 2022ના વર્ષને શુકનવંતુ વર્ષ માની એક યાદગાર વર્ષ તરીકે વિદાય આપી રહ્યા છે.

અદાણી ગ્રૂપના શેરોએ આ વર્ષે રોકાણકારોને શાનદાર વળતર આપવા સાથે બખા કરાવી દીધા છે, જેમાં મહાકાય સાતમાંથી ચાર સ્ટોક્સે 200% સુધી મલ્ટિબેગર વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં ઉદ્યોગ સમૂહની કુલ માર્કેટ કેપ  જે 2021માં રૂ.9.6 લાખ કરોડની હતી તેની તુલનાએ ડિસેમ્બર મધ્યે લગભગ બમણી થઈને રૂ.18.6 લાખ કરોડ થઈ ગઈ છે.

જગતભરના સૌથી 500 ધનિક લોકોને દરજ્જો આપતા બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ દર્શાવે છે કે ગૌતમ અદાણી 2022માં 47 બિલિયન ડોલરથી અમીર બન્યા છે. આ યાદીમાં સૌથી નીચે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક છે, જેઓ અદાણી અને વિશ્વના નંબર 2 કરતા અમીર હોવા છતાં આ વર્ષે ડોલર 114 અબજ ગુમાવ્યા છે.

અમદાવાદના 60 વર્ષીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી શ્રીમંતોની યાદીમાં તેમની અંદાજિત નેટવર્થ ડોલર 124 બિલિયન સાથે મસ્ક (156 બિલિયન ડોલર) અને ફ્રેન્ચના લક્ઝરી રિટેલ કિંગ બર્નાર્ડ આર્નોલ્ટ (163 બિલિયન ડોલર) કરતાં પાછળ છે.

અમદાવાદ સ્થિત આ વૈશ્વિક અદાણી સમૂહ હવે મીડિયા બ્રોડકાસ્ટર ગઉઝટનું સંપાદન પૂર્ણ કરવાના આખરી તબક્કામાં છે. વર્ષના આરંભમાં અંબુજા સિમેન્ટ અને અઈઈ ખરીદીને ભારતની તે બીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક બની હતી.

એશિયાના હીરોઝ ઓફ ફિલાન્થ્રોપી 2022 ની યાદીમાં પણ ગૌતમ અદાણી સમાજ કલ્યાણના કાર્યો માટે શિરમોર સ્થાન પર રહ્યા છે.. ગત જૂનમાં તેઓ 60 વર્ષના થયા ત્યારે 600 અબજ રૂપિયા (7.7 બિલિયન ડોલર)નું વચન આપ્યું હતું, જેના કારણે તેઓ વિશ્વના સૌથી ઉદાર પરોપકારીઓમાંના એક બન્યા હતા. આ નાણાંનો ઉપયોગ આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે કરવા તેમણે સંકલ્પ કર્યો છે.

1978ની સાલમાં દક્ષિણ મુંબઈની કોલેજમાંથી બહાર નીકળેલા આ ગુજરાતી યુવા ઉદ્યોગ સાહસિકે અદાણી એક્ષપોર્ટ  શરૂઆત કરતા અગાઉ મુંબઇની ધનજી સ્ટ્રીટમાં  હીરાના નાના વેપારી તરીકે તેમની વેપાાર-વણજની સફર શરૂ કરી હતી, પાછળથી  અદાણી એક્ષપોર્ટસનું નામકરણ અદાણી એન્ટરપ્રાઈઝ તરીકે કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.