ઝાલાવાડની ધરતી ખમીરવંતી તરીકે તો ઓળખાય જ છે પરંતુ સાથો સાથ સંતો અને મહંતોની પાવન ભુમી તરીકે પણ ઝાલાવાડ એક આગવુ સન ધરાવે છે અહિ ગુજરાતના કોઇપણ ખુણા કરતા સૌથી વધુ ભક્તિમય અને આધ્યાત્મીક લોકો વસતા હોવાનો પણ દાવો છે ત્યારે ધ્રાગધ્રા શહેરમા વર્ષો પહેલા રહેતા રજપુત સમાજના સંત દેશળભગત પણ એક મહાન સંત તરીકે પુજાય છે માન્યતા છે કે સંત દેશળભગત જ્યારે ધ્રાંગધ્રા સ્ટેટમા ચોકીદાર તરીકે નોકરી કરતા હતા ત્યારે તેઓને ભક્તિનો રંગ લાગ્યો હતો અને પોતાની ચોકીદારી સમયે પોતે ભક્તિમા લીન થઇ જતા તેઓની ચોકીદારી ભગવાન કૃષ્ણે કરી હતી તેવી પાવન ભુમી એટલે કે ધ્રાંગધ્રાની ધરા પર આજે સંત દેશળભગનનો આશ્રમ પણ સ્પાયેલો છે. ધ્રાંગધ્રાી સુરેન્દ્રનગર જવા તરફ માત્ર બે કિમીના અંતરે આવેલા સંત દેશળભગતના આશ્રમમા રજપુત સમાજના દ્વારા હાલ ગૌશાળાનુ નિર્માણ કરવામા આવી રહ્યું છે.
આશ્રમમા ગૌશાળાના નવનિર્માણનુ કામ હાથ લેતા ખાતમુહુર્તના સમયે સમાજના અગ્રણી ખીમજીભાઇ ચાવડા દ્વારા ગૌશાળાનો તમામ ખર્ચ પોતે એકલા હાથે આપશે તેવુ જાહેર કરી પોતાના ખર્ચે ગૌશાળા નિર્માણ કરવાનુ નક્કી કરાયુ હતુ જોકે સંત દેશળ ભગતના આશ્રમમા અગાઉ પણ કેટલીક સેવાકિય પ્રવૃતિ શરુ જ હતી જેમા અબોલ પશુઓને દરરોજ ઘાસ તથા લાપશી નાખવી સાથે ભુખ્યા લોકોને પણ દરરોજ હરીહર કરાવવાની પણ સેવા આપવામા આવતી હતી ત્યારે ગૌશાળાનુ નવનિર્માણ કરી હાલના સમયમા આશ્રમની અંદાજે ૬૦ થી ૭૦ ગાયોને સાચવવાનુ કાય શરુ કરી સંત દેશળભગત આશ્રમના ટ્રસ્ટીઓએ એક નવી સેવાનો લાભ લેવાની શરુવાત કરી છે. જેમા આશ્રમની ગૌશાળાના નવનિર્માણમા ખાતમુહુર્ત સમયે મુખ્ય દાતા ખીમજીભાઇ ચાવડા(વલસાડ), પ્રાણભાઇ ગોહીલ, ઇશ્વરભાઇ ચાવડા, વિજયભાઇ ચૌહાણ સહિત આશ્રમના ટ્રસ્ટીઓ તા નામી અનામી સમાજના અગ્રણીઓ હાજર રહી આશ્રમની ગૌશાળાના ખર્ચમા એકપણ રુપિયો અન્ય પાસેથી ઉઘરાવ્યા વગર તમામ ખર્ચ પોતાના શીરે ઉપાડી લેપાર મહાન હસ્તી તથા દાતા ખીમજીભાઇ ચાવડાના હસ્તે ખાતમુહુર્ત કરી સમાજના અગ્રણીઓ દ્વારા તેઓનુ સન્માન પણ કરાયુ હતુ.