જુની અદાવતના કારણે હથિયાર સાથે રાખ્યાની કબુલાત
મોરબી રોડ પર આવેલા ગૌરીદડ ગામ નજીકથી રતનપર ગામના શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને નવ કાર્ટીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી અનુસાર મોરબી રોડ પર આવેલા ગૌરીદડ ગામથી આણંદપુર જવાના રસ્તે રતનપર ગામમાં રહેતો વિનુ લાખાભાઇ અગેસાણીયા નામનો શખ્સ હથિયાર લઇને જતો હોવાની ક્રાઇમ બ્રાન્ચને મળતા ગૌરીદડથી આણંદપુર જવાના માર્ગે વોચમાં ગોઠવી વિનુ અગેસાણીયા નામના શખ્સને દબોચી લઇ તલાસી લેતા તેની પાસેથી પિસ્તોલ અને નવ કાર્ટીસ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ. ગઢવી એ.એસ.આઇ. બળભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સે. મહીપાલસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, અને ચેતનસિંહ ગોહિલ સહીતના સ્ટાફે ધરપકડ કરી પિસ્તોલ અને કાર્ટીસ મળી રૂ.૧૦,૯૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.
વિનુ અગેસણીયાની પુછપરછમાં તેને ગામમાં પારીવારીક માથાકુટ ચાલતી હોવાથી પોતાના સ્વબચાવ માટે હથિયાર રાખ્યાની કબુલાત આપી છે. અને હથિયાર પરપ્રાંતીય ભૈયા પાસેથી લીધાની કબુલાત આપી છે.
વિનુ હાલમાં મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં રહે છે અને મોરબી બાયપાસ પર આવેલા મનહરપર-રમાં ખેતી કામ કરે છે તેને અગાઉ હથિયારનો કયાંય ઉપયોગ કર્યો છે કે કેમ? તે સહિતની વિગત મેળવવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.