નમ્રમુનિ મ.સા.એ લાઇવ પ્રસારણના માધ્યમથી હજારો ભાવિકોને સૌભાગ્યમુનિજીના કરાવ્યા અંતિમ દર્શન

જિનશાસનના સૂર્ય, મેવાડ ગૌરવ શ્રમણ સંઘીય પૂજ્ય ગુરુદેવ  સૌભાગ્યમુનિજી મહારાજ સાહેબનું રાજસનના ઉદયપુરમાં આકસ્મિક અંતિમ પ્રયાણ તાં સમગ્ર મેવાડ સમાજ, સમગ્ર સનકવાસી જૈન સમાજ અને જિનશાસનને એક ન પૂરી શકાય એવા તેજોમય સીતારાની ખોટ પડી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીની આ વિકટ પરિસ્િિતમાં જયારે હજારો ભાવિકો માટે જેમનાં અંતિમ દર્શન કરવા પણ દુર્લભ હતાં એવા પૂજ્ય  સૌભાગ્યમૂનિજી મહારાજ સાહેબ જેવા શ્રેષ્ઠ સંતને પૂર્ણ અહોભાવ, આદરભાવ અને પૂજ્ય ભાવી વિદાય આપવાના હેતુી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબે પુરુર્ષા કરીને લાઈવ પ્રસારણના માધ્યમે ૫૦,૦૦૦ ી પણ વધુ ભાવિકો તેમજ વિવિધ ક્ષેત્રમાં બિરાજિત પૂજ્ય  સંત -સતીજીઓને અંતિમ દર્શન કરાવવામાં આવતાં દરેક સંત -સતીજી અને ભાવિકો પરમ ગુરુદેવ પ્રત્યે અત્યંત અહોભાવી આભારી બન્યાં હતાં. ઉપરાંતમાં, ગોંડલ સંપ્રદાયના સંત ઈને શ્રમણ સંઘીય સંતની અંતિમ વિદાયના સહુને દર્શન કરાવવાનો પુરુર્ષા કરનાર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની આ સદ્દભાવના જૈન એકતાના પ્રશંસનીય દર્શન કરવી ગઈ હતી.

ઉદયપુરની હોસ્પિટલી કડિયા સ્તિ ” સૌભાગ્ય ગુરુ દીક્ષા જનસેવા ટ્રસ્ટ ના પ્રાંગણમાં  લાવવામાં આવેલાં પૂજ્ય   સૌભાગ્યમૂનિજી મહારાજ સાહેબના ર્પાવિ દેહને આપવામાં આવેલી અંતિમ વિદાયના લાઈવ પ્રસરણના આ અવસરે ભોલેબાબા પ્રવર્તક પૂજ્ય   મદનમુનિજી મ.સા, આચાર્ય પૂજ્ય   શિવમુનિજી મ.સા, યુવાચાર્ય પૂજ્ય   મહેન્દ્રઋષિજી મ.સા ,ઉપાધ્યાય પૂજ્ય   પ્રવીણઋષિજી મ.સા., ઉપાધ્યાય પૂજ્ય  રવીન્દ્રઋષિજી મ સા, પૂજ્ય   પરાગમુનિજી મ.સા, પૂજ્ય   સિર્ધ્ધામુનિજી મ.સા., પ્રવર્તક પૂજ્ય   વિજયમુનિજી મ.સા, પ્રવર્તક પૂજ્ય  સુકુન્દમુનિજી મ સા, પૂજ્ય   જાગૃતમુનિજી મ.સા, પૂજ્ય  સાગરમુનિજી મ.સા,  શિરીષમુનિજી મ.સા, પૂજ્ય   ગૌતમમૂનિજી મ.સા, પૂજ્ય  કુંદનઋષિજી મ.સા, પૂજ્ય  આલોકઋષિજી મ.સા, પૂજ્ય   વિનયમુનિજી મ.સા, પૂજ્ય   જ્ઞાનપ્રભાજી મહાસતીજી, પૂજ્ય   પ્રીતિસુધાજી મહાસતીજી, પૂજ્ય  પૂર્ણાજી મહાસતીજી આદિ અનેક અનેક સંત -સતીજીઓ હદયાંજલી અર્પણ કરવાના ભાવી જોડાઈ ગયાં હતાં. આ અવસરે પૂજ્ય  જ્ઞાનપ્રભાજી મહાસતીજી, પૂજ્ય  પૂર્ણાજી મહાસતીજી તેમજ પૂજ્ય  પ્રીતિસુધાજી મહાસતીજીએ અત્યંત અહોભાવ સો પૂજ્ય ગુરૂદેવના ગુણો પર પ્રકાશ પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અખિલ ભારતીય શ્વેતામ્બર સનવાસી જૈન કોન્ફરન્સના પ્રમુખ  પરાસજી મોદી,  અમિતરાયજી જૈન,  મહેન્દ્ર પગારિયાજી, દિલ્લીના  સુભાષજી ઓસવાલજી આદિ મહાનુભાવોએ ભાવપૂર્વક અભિવ્યક્તિ કરીને પૂજ્ય ગુરૂદેવને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. કોરોનાના આ કાળમાં પણ એક મહાનસંતને અહોભાવ પૂર્વકની વિદાય આપવાના આયોજન સો હજારો આંખોને અંતિમ દર્શન કરાવવાના રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના આ પૂરૂર્ષા પ્રત્યે દરેક સંત  સતીજીઓએ ઉપકારભાવ અને આભાર અભિવ્યક્તિ કરતાં હજારો હ્રદય અહોભાવિત બન્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.