સંતો-મહંતોની ઉ૫સ્થિતિમાં કાર્યક્રમ: ગૌ સેવકો ગૌરક્ષકો ઉમટી પડશે: ગૌસેવકો મુંડન કરાવશે

કેરલમાં યુવા કોંગ્રેસના કાર્યકરોએ કાયદાની એસીતેસી કરી વ્યકિત સ્વતંત્ર્યના નામે ગાયના વાછરડાની જાહેરમાં સરેઆમ હત્યા કરી ગૌમાંસ ખાવાનું અતિ શરમજનક અને નિંદનીય કૃત્ય કરી સમગ્ર દેશના હિન્દુ સમાજની લાગણી દુધાવી છે. આવા શરમજનક કૃત્ય માટે શરમાવાનો બદલે કાર્યકરોએ વિડિઓ વાયરલ કરી અતિ અશોભનીય કૃત્ય કર્યુ છે. સમાજના દરેક વર્ગ આવા જધન્ય કૃત્ય માટે સજા કરવાની માંગણી કરી છે.

સમગ્ર ગુજરાતના ગૌ રક્ષકો, ગૌસેવકો, ગૌ અને જીવદયા પ્રેમીઓ સામાજીક અને ધાર્મિક સંસ્થાઓની લાગણી દુભાઇ છે. ત્યારે ગૌહત્યાના જધન્ય કૃત્યને વખોડી કાઢવા અને આવા તત્વો ભવિષ્યમાં આ પ્રકારે અપકૃત્યો ન કરે તે હેતુથી રાજકોટ રાષ્ટ્રીય શાળામાં તા. ૧-૬ ને ગુરુવારના રોજ સાંજે પ કલાકે ગૌ રક્ષા પ્રાર્થના સભા ધર્મસધાનું આયોજન કરવામાંઆવ્યું છે.  જેમાં ૧૫ ગૌસેવકો મુંડન કરાવશે.

કાનાજી ચૌહાણ, મયુર ઠકકર, અઘ્યક્ષ ગૌરક્ષા દળ ગુજરાત રાજભા ગઢવી, ઉપાઘ્યક્ષ ગૌરક્ષા દળ ગુજરાત કેતન પટેલ અઘ્યક્ષ ગૌરક્ષા દળ સૌરાષ્ટ્ર સંદીપદાન ગઢવી, જીવદયા પરીવાર ભાવનગર, ભાવિન પટેલ, અઘ્યક્ષ ગૌરક્ષા દળ જુનાગઢ મનીષ પટેલ, મહામંત્રી ગૌરક્ષા દળ રાજકોટ, જયભારત ધામેચા અલ્પેશ લેહરુ, રાકેશ સોની, પરેશ ટોપાણ, ગોરધનભાઇ ગોંડલ અમરભાઇ દાણીધારીયા ઉમેશ વાજા, મિલન સોલંકી, પિન્ટુ કલાબ, વિક્રમ ડાંગર  રાજુભાઇ ભરવાડ, અજયભાઇ આહીર, હિન્દુ યુવા વાહિનીના હરપાલ સિંહ જાડેજા એનીમલ હેલ્પલાઇનના મીતલ ખેતાણી, રમેશભાઇ ઠકકર, પ્રતીક સઘાણી અને ડેનીસ આડેસરા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.