કેન્દ્ર સરકાર અને ગુજરાત સહિતના છ રાજયોને સુપ્રીમે નોટિસ ફટકારી
કહેવાતા ગૌરક્ષકો, દલિતો અને અલ્પસંખ્યકો ઉપર અત્યાચાર કરતા હોવાની અરજી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સહિતના ૬ રાજયોને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે કે, આવા ગૌરક્ષકો ઉપર કાર્યવાહી કેમ કરવામાં આવી રહી ની.
ન્યાયાધીશ દિપક મિશ્રા, એ.એમ.ખાનવીલકર અને એમ.એમ.સંતનગોધરની ખંડપીઠે સુનાવણીમાં કહ્યું હતું કે, અમુક ગૌરક્ષા સંગઠનોને સરકારની માન્યતા મળી હોવાી તેઓને છુટો દોર મળી રહ્યો છે અને ગેરકાયદેસર રીતે કામગીરી પણ કરવામાં આવે છે. રાજસનના અલ્વરમાં પહેલું ખાન નામના ૫૫ વર્ષીય ખેડૂત ઉપર કહેવાતા ગૌરક્ષકોએ અત્યાચાર કર્યા બાદ તેમનું મૃત્યુ યું હતું. આ બનાવ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે પ્રમ વખત જવાબ માંગ્યો ત્યારે કેન્દ્ર સરકાર કે, ગુજરાત સહિતના છ રાજયોએ જવાબ આપ્યો ન હતો જેી સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે