હિન્દુ સંસ્કૃતિની માન્યતા અનુસાર ગાય માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાનું મનાય છે. રાજકોટની ગણના એક  સેવાનગરી તરીકે થાય છે પરંતુ આ સેવાનગરીમાં ગૌ માતાની હાલત સગા દીકરાએ ત્યજી દીધેલી વૃદ્ધ માતા જેવી થઈ જવા પામી છે.શહેરના મુખ્ય રાજમાર્ગો પર સતત ગાયો પોતાના નાના વાછરડાં સાથે રખડતી અને રઝળતી જોવા મળે છે.

માલધારીઓ પણ જાણે સ્વાર્થી બની ગયા હોય તેઓ અહેસાસ થઈ રહ્યો છે જેવું  દૂધ આપવાનું બંધ કરે કે તરત જ ગાય માતાને રસ્તે રઝળતી છોડી દેવામાં આવે છે.પરિણામે આજે કોર્પોરેશનના ઢોર ડબ્બામાં 961 જેટલી ગાયો નિશાસા નાખી રહી છે.ગૌ માતા સાથે માલધારીઓને પણ યોગ્ય આસરો મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા એનિમલ હોસ્ટેલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ આ પ્રોજેક્ટ એકંદરે નિષ્ફળ રહ્યો છે.

cow 11

એકાદ બે રોટલી સાથે થોડું ખાવાનું મળી રહેશે અને જઠઅગ્નિ શાંત થાશે તેવી આશા સાથે ગૌમાતા દિવસભર શેરી-ગલીઓમાં રઝળપાટ કરે છે છતાં સેવા નગરી એવા રાજકોટની જનતાના પેટનું પાણી પણ હલતું ન હોય તેવું લાગી રહ્યું છે.ઢોર ડબ્બામાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અહીં પૂરતઓ ખોરાક પણ આપવામાં આવે છે પરંતુ અહીં રહેલી ગાયોની દશા વૃદ્ધાશ્રમમાં પોતાના અંતિમ દિવસો પસાર  કરી રહેલી  ઘરડી માતાથી પણ બદતર છે.

જેને હિંદુ સંસ્કૃતિમાં સાક્ષાત ભગવાન માનવામાં આવે છે તે ગૌમાતા રસ્તે રઝળતી બંધ થાય અને તેને કાયમી આશરો મળી રહે તેવી વ્યવસ્થા મહાપાલિકા તંત્ર સાથે મળીને કરવા માટે ગૌરવ પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓએ આગળ આવવું જોઈએ. અન્યથા એવા દિવસો પણ  આવશે કે ઢોર ડબ્બાની સંખ્યા  સતત વધતી રહેશે અને ત્યાં ગૌ માતાના ભાંભરડા સતત સંભળાતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.