ગાયોને લાડુ, રોટલી, કુતરાઓને બુંદી, ગાંઠીયા, પક્ષીઓને ચણ અર્પણ કરાશે
જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્ર તથા બાપા સીતારામ ગૌ સેવા મંડળ દ્વારા આગામી તા.ર/૬ ને મંગળવારના રોજ ભીમ અગિયારસના શુભ દિને ગૌ માતાઓને લાડુ, શ્ર્વાનોને બુંદી ગાંઠીયા તથા રોટલી, ગૌમાતાઓને લીલી મકાઇ તથા રોટલી, કબુતરને ચણ, માછલીઓને લોટની ગોળીઓ અર્પણ કરવામાં આવનાર છે.
કોરોના મહામારીથી રક્ષણ અર્થે અબોલ જીવોના આશીર્વાદ મેળવવાના શુભહેતુસર કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. રાજકોટ સ્થિત અબોલ જીવોને ભરપેટ ભોજન કરાવવામાં આવનાર છે. ગૌ માતાઓને પ૦૧ કિલો લાડુ, શ્ર્વાનોને ૧૦૦ કિલો બુંદી-ગાંઠીયા, શ્ર્વાનોને પ૦ લીટર દુધ, ગૌમાતા-શ્ર્વાનોને ર૦૦૧ રોટલી, માછલાઓને ૪૦ કિલો ઘંઉના લોટની ગોળીઓ, કબુતરને ર ગુણી ચણ તેમજ રપ૦૦ કિલો લીલી મકાઇ અર્પણ કરવા આયોજન કરાયું છે.
તા. ૨/૬ મંગળવારના રોજ રાજકૃતિ એપાર્ટમેન્ટ, એફ-૧ એરપોર્ટ રોડ, એરપોર્ટ ફાટક પાસેથી સવારના ૯ વાગ્યાથી ઉપરોકત દરેક વસ્તુઓનું વિતરણ વિનામૂલ્યે જીવદયા પ્રેમીઓ, ગૌશાળાઓ અને સેવા પ્રેમીઓને કરવામાં આવનાર છે.
આ પ્રસાદ બનાવવા માટે તા. ૧/૬ ને સોમવારના રોજ સવારના ૧૦ થી સેવાયજ્ઞ શ કરાશે. આ કાર્યમાં જોડાવા ઇચ્છુકોએ (મો. નં. ૬૩૫૪૧ ૧૬૬૫૨) પર સંપર્ક કરવો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દોલતસિંહ ચૌહાણ, મીતલ ખેતાણી, અશોકભાઇ ગજેરા, હિરેનભાઇ કામદાર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.