શાસક અને વિપક્ષના ધારાસભ્યોએ ગૌમાતાને રાષ્ટ્રમાતાઘોષિત કરવા સહમતી દાખવી
દેશભરમાં ગૌમાતાના નામે રાજનીતિ ચાલી રહી છે. ત્યારે હિમાચલ પ્રદેશની વિધાનસભાએ ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા માટેનો પ્રસ્તાવ મુકયો છે. ત્યારે ગુરૂવારે યોજાયેલા વિધાનસભા સત્રમાં આ પ્રસ્તાવને મુકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવ્યો છે. આનીપહેલા ઉત્તરાખંડે પણ આ જ વર્ષના સપ્ટેમ્બર માસમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવામાટેનો પ્રસ્તાવ મુકયો હતો.
ભારત દેશની વાત કરીએ તો દેશભરમાં અનેક વિધ પશુઓ છે. ત્યારે ગૌમાતાની તુલના લોકો એક માર્ં તરીકે કરે છે અને તેને પૂજે છે. કહેવાય છેકે, ગૌમાતામાં ત્રેત્રીસ કરોડ વાસ હોય છે. ત્યારે ગૌમાતાનું મહત્વ માત્ર હિન્દુ સમાજ જ નહીં પણ મુસ્લીમ સમાજ પણ ધરાવેછે. કહેવાય છે કે, કુરાનમાં ગૌમાંસ વર્જીય ગણાય છે. એટલે કે, વિધાનસભામાં જયારે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો તો શું આ ઠરાવ અન્ય રાજયો સ્વીકારશેકે કેમ ? તે પણ એક મુખ્ય પ્રશ્ન ઉદ્ભવીત થઈ રહ્યો
છે. કારણ કે, હિન્દુ કે મુસ્લિમ સમાજ હોય ગૌમાતાને તમામ સમાજ પશુઓમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે જ ગૌહત્યા ન થાય તે માટેના કાયદા બનાવવામાં આવ્યા છે.
ગૌ શબ્દથી જ લોકો ખૂબજ સંવેદનશીલ રહે છે એટલે જ કાઉ વીજીલન્સ માટે લોકો આગળ આવી રહ્યાં છે અને ગૌમાતાની રક્ષા કઈ રીતેકરી શકાય તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે. વાત કરીએ ઈન્દિરા ગાંધી વખતમાં કોંગ્રેસ પક્ષનું ચિન્હ ગાય અને વાછરડુ હતું તે સમયે કહેવાતુ કે, ગાય વાછરડાનીજોડી કોઈ ના શકે તોડી, એટલે કે, ગૌમાતાના નામથી જ લોકો ખૂબજ સંવેદનશીલ રહેતા હોય છે. કારણ કે ગૌમાતા એકભાવથી જોડાયેલુ છે જેને લઈ કોંગ્રેસ પક્ષે પણ ગૌ-વાછરડાનો ચિન્હ હટાવવુ પડયું હતું. ત્યારે જયારે હિમાચલ પ્રદેશને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા માટે જે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે તે પ્રસ્તાવ કોંગ્રેસના ધારાસભ્ય અનિરુધ્ધસિંહે સદનમાં પ્રસ્તુત કર્યો હતો. જેમાં સત્તાધારી ભાજપ પક્ષના તમામ ધારાસભ્યોએ પ્રસ્તાવમાં પોતાનું સમર્થન દાખવ્યું હતું.
અનિરુધ્ધસિંહે જણાવ્યું કે, ગૌમાતાને રાજનૈતિક મુદ્દો ન બનાવવો જોઈએ કારણકે, ગૌમાતા કોઈ જાતિ, ધર્મના માધ્યમથી વિભાજીતન કરી શકાય. કારણ કે, માનવતાના વિકાસમાંગૌમાતાનું યોગદાન ખૂબજ અમુલ્ય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુંકે, ગાયના નામ ઉપર જે હિંસા અને મોબલીચીંગ થતું હોય છે તેને અટકાવવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. કહેવામાં આવે તો ૧૬ ઓકટોમ્બર ૨૦૧૫માં હિમાચલ પ્રદેશના આવેલા શિરમોર જિલ્લામાં ગૌ તસ્કરી કરતા યુવકને માર માર્યોહતો. સુબે પ્રાંતના પશુધન વિકાસ મંત્રી વિરેન્દ્ર કનવરે જણાવ્યુંહતું કે, સરકાર રાજયમાં અનેકવિધ ગૌ અભ્યારણો બનાવવા માટેનું કાર્યકરી રહી છે. જેમાં શિરમોર જિલ્લામાં અભ્યારણની સ્થાપના માટે ૧.૫૨ કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે. જેમાં સોલન અને કાંગડા જિલ્લામાં પણ ગૌ અભ્યારણ સ્થાપીત કરવામાં આવશે.
કહી શકાય કે ગાયને રાષ્ટ્રમાતાઘોષીત કરવાવાળુ ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજય બન્યું છે. આ બીલ વિધાનસભામાં પણ પાસ થઈ ગયું છે જેના માટેહવે માત્ર કેન્દ્રની જ મંજૂરી લેવાની બાકી રહી છે. ઉત્તરાખંડનાપશુપાલન મંત્રી રેખા આર્યએ ઉત્તરાખંડ વિધાનસભામાં આ બીલ રજૂ કર્યું હતું અને જણાવ્યુંહતું કે, સત્તા પક્ષ અને વિપક્ષ ગૌમાતાના મહત્વથી બખુબી વાકેફછીએ. માત્ર ભારત જ નહીં અન્ય દેશોમાં પણ ગૌમાતાનું સન્માન કરવામાંઆવે છે. જયારે પક્ષ વિપક્ષના ધારાસભ્યોએ પણ જણાવતા કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, ગૌમાતાની સુરક્ષા સુનિશ્ચિતકરવામાં આવે.
ગુજરાતમાં ગાયની ચોથી જાતિ તરીકે ‘ડાગરી’ને મળી રાષ્ટ્રીય માન્યતા
ગૌમાતાની વાત કરીએ તો ગૌમાતામાં પણ અનેક જાતિઓ આવેલી છે. જેમ કે,ગીર ગાય, કાંકરેજ ગાય ત્યારે હવે ચોથી જાતિ તરીકેડાગરીને રાષ્ટ્રીય માન્યતા મળી છે. વેટરનરી કોલેજ ઓફ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, ડાગરી ગાય પહાડી વિસ્તારમાં જોવામળે છે.
ખાસ કરીને દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં.ડાગરી ગાયને રાષ્ટ્રીય માન્યતા આપવા માટેનું પ્રપોઝલ નેશનલ બ્યુરો ઓફએનીમલ જીનેટીક રીસોર્સીસને આપવામાં આવ્યું છે. જે ઈન્ડિયન કાઉન્સીલઓફ એગ્રીકલ્ચર રીસર્ચની છે જે ગાયની નવી જાતિઓનું નામાંકન અને રજિસ્ટ્રેશન કરે છે.આ એક એવી પ્રજાતિ છે જે અનેકવિધ રોગોથી બાકાત રહી શકે છે. અન્ય પ્રજાતિઓની તુલનામાં ડાગરી ગાય ખૂબજ ઓછુ દૂધ આપે છે. ત્યારે આ પ્રજાતિના બળદ પહાડી વિસ્તારમાં ખેતી કરવા માટે ખૂબજ ઉપયોગી નિવડે છે.