-
રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને પૂર્વ નગરસેવક જયંતિભાઇ સરધારાએ લીધો મહાઆરતીનો લાભ
-
નગરસેવક નીતિનભાઇ રામાણી અને યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઇ ડાંગરની ઉ5સ્થિતિથી ખેલૈયાઓનો ઉત્સાહ વધ્યો
-
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, બિનાબેન મિરાણી, ગુજરાત મ્યુનીસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી-કૈલાશબેન ભંડેરી
-
મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પીજીવીસીએલના જોઇન્ટ એમડી પ્રિતિ શર્મા, ડિસ્ટ્રીક્ટ કોર્ટના પ્રિન્સિપલ જજ વિપુલકુમાર રાવલ, મહિલા પી.આઇ. કાજલબેન મકવાણા, ટીપીઓ એમ.ડી.સાગઠીયા, ડો.જીતેન કક્કડ, અભિનવભાઇ પટેલ, જયેશભાઇ ઓઝાની હાજરીથી રાસોત્સવને લાગ્યા ચાર ચાંદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ખેલૈયાઓની પ્રથમ પસંદ અબતક સુરભી રાસોત્સવના આંગણે ર્માં જગદંબાની આરાધના કરવાના પાવન અવસર નવલા નોરતાના ત્રીજા દિવસે મોંઘેરા અને માનવંતા મહેમાનોની સવિશેષ ઉ5સ્થિતિથી આયોજનને ચાર ચાંદ લાગ્યો હતો. મહાનુભાવોની હાજરીથી ખેલૈયાઓનો ઉત્સાહ પણ બેવડાય ગયો હતો. રાસ રસિકો હૈયે હૈયુ દબાય તેવા આહલાદક વાતાવરણમાં જોર સાથે ગરબે ઘુમ્યા હતા. ત્રીજા નોરતે અબતક સુરભીના આંગણે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, પૂર્વ મંત્રી નગર સેવક જયંતિભાઇ સરધારા અને ભાજપ અગ્રણી મનુભાઇ વઘાસિયા સહિતના મહેમાનોએ ર્માં જગદંબાની મહાઆરતીનો લાભ લીધો હતો.
તેઓએ રાસોત્સવના ભવ્ય આયોજનના વખાણ કર્યાં હતા. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી તેમના ધર્મપત્ની બિનાબેન મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ડો.ધનસુખભાઇ ભંડેરી અને શ્રીમતી કૈલાશબેન ભંડેરી, રાજકોટ મહાનગર પાલિકાના મ્યુનીસિપલ કમિશનર અમિત અરોરા તેઓના ધર્મપત્ની અને પીજીવીસીએલના જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર પ્રિતી શર્મા, ડિસ્ટ્રીક્ટ કોર્ટના પ્રિન્સીપલ જજ વિપુલ કુમાર રાવલ, મહિલા પીઆઇ કાજલબેન એલ.મકવાણા, રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાના ઓફિસર ટીપીઓ એમ.ડી.સાગઠીયા, અલકેશભાઇ ચાવડા, વોર્ડ નં.13ના કોર્પોરેટર નીતિનભાઇ રામાણી, યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઇ ડાંગર સહિતના મહાનુભાવોની હાજરીથી ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાયો હતો. કોરોના કાળમાં સતત બે વર્ષ સુધી નવરાત્રિમાં ગરબા રમવાથી વંચિત રહેલા રાસ રસિકોમાં આ વર્ષ સવિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાસ રસિકો જોમભેર ગરબે ઘૂમી વાતાવરણ ભક્તિમય બનાવી દે છે. ત્રીજા નોરતે વિજેતા બનેલા પ્રિન્સ-પ્રિન્સેસ સહિતના વિજેતાઓને લાખેણા ઇનામો આપી બિરદાવવામાં આવ્યા હતા.