ગઈકાલે બૉલીવુડ જગતના ભાઈજાન સલમાન ખાન સહિતની હસ્તીઓના આગમન બાદ ગુરુવારે શાહરુખ ખાન સહિતના ફિલ્મી સિતારાઓનો જમાવડો જોવા મળતા જામનગર જશ્નના મહોલમાં ફેરવાયું
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિવેડિંગ સેરેમણીનો આજથી ભભકાદાર પ્રારંભ થઈ રહ્યો છે. દેશની જાણીતી હસ્તીઓની સાથે વિદેશથી પણ ઘણા મહેમાનો આવ્યા છે અને મહેમાનોનો પ્રવાહ હજુ પણ અકબંધ છે. ત્યાં જામનગર એરપોર્ટ પર ભારતની ભાતીગળ સંસ્કૃતિના દર્શન થયા હતા અને ગુજરાતની શાન એવા ગરબાની રમઝટ થકી વિદેશી મહેમાનોનું જાજરમાન સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બુધવારે મોડી રાત્રે ફિલ્મ અભિનેતા અને બૉલીવુડ જગતના ભાઈજાન સલમાન ખાન સહિતની હસ્તીઓના આગમન બાદ ગઈકાલે શાહરુખ ખાન સહિતના ફિલ્મી સિતારાઓનો જમાવડો અકબંધ રહ્યો હતો. જેને લઈને જામનગર આખું જશ્નના મહોલમાં ફેરવાઈ ગયું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચેન્ટ સાથે થશે આ અગાઉ જામનગરમાં અનંત અંબાણીના લગ્ન પૂર્વે રંગારંગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેનો આજથી પ્રારંભ થાય છે અને તે 3 માર્ચ સુધી ચાલશે.આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશ-વિદેશની સેલિબ્રિટિઝ, બિઝનેસમેન જામનગરના મહેમાન બની રહ્યા છે. બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન, હોલિવૂડ સિંગર રિહાના એડમ બ્લેકસ્ટોન સહિતના સ્ટાર્સ જામનગર પહોંચ્યા છે.
Meta, ફેસબુક કંપનીના માર્ક ઝકરબર્ગ અને પત્ની પ્રિસિલા ચેન જામનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓનું આગવા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અને રોકસ્ટાર અમૃતા ફડણવીસ પણ જામનગરમાં આવ્યા હતા. આ દરમિયાન તેઓએ અલગ જ અંદાજમાં દેખાયા હતા.
વધુમાં કિંગ ખાન શાહરૂખ ખાનનું રાજાની જેમ જામનગરમાં સ્વાગત કરાયુ હતું. કિંગ ખાન માટે લક્ઝરી કારોનો કાફલો તૈનાત કરાયો હતો. તેમની સાથે તેમના પુત્ર આર્યન સહિતના પરિજનો પણ હાજર રહ્યા હતા. તે જ રીતે દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ પણ જામનગર એરપોર્ટ ખાતે પધાર્યા હતા. જેને લઈને જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ બોલીવુડની ‘રાણી’ ગણાતી રાની મુખર્જી પણ અંબાણી પરિવારના આતિથી બનવા માટે જામનગર એરપોર્ટ પર આવી ગયા હતા.
વધુમાં ગઈકાલે બપોરે મુકેશ અંબાણીના જ્યેષ્ઠ પુત્ર આકાશ અંબાણીનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ત્યારબાદ તેઓ સેલ્ફ દ્રાઇવ કરીને ખાવડી ટાઉનશીપ ખાતે પહોંચ્યા હતા. જ્યા નાના ભાઈ અનંત અંબાણીના પ્રિવેડિંગમાં સહભાગી થશે.તેજ રીતે મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે તથા તેમના પરિજનો પણ અંબાણી પરિવારના અતિથી બન્યા છે. જેની ગત રાતે જામનગર એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.