માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના નંબર-1 રાસોત્સવ ‘અબતક સુરભી’ના આંગણે રોજ મોંધરા મહેમાનોની વિશેષ ઉ5સ્થિતિ રાસવીરોના ઉત્સાહમાં વધારો કરી રહી છે. નવરાત્રિ મઘ્યાહને ભારે જમાવટ થઇ રહી છે. નામી સીંગર અને વર્લ્ડ કલાસ ઓરકેસ્ટાથી માહોલ વધુ રંગીન બની રહ્યો છે.પાંચમા નોરતે ‘અબતક સુરિભી’ રાસોત્સવમાં માનવંતા મહેમાનોએ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને ચાર ચાંદ લગાવી દીધું હતું. ગુરુવારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજર રહ્યા હતા.તેઓની વિશેષ ઉપસ્થિતિથી સમગ્ર આયોજનને ચાર ચાંદ લાગી ગયા હતા.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથિરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,પુર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ભાજપ અગ્રણી જ્યંતીભાઈ સરધારા,  આર.ટી.ઓ.ના અધિકારી કે.એમ.ખપેડ સહિતના મહાનુભાવોની ઉત્સાહવર્ધક ઉપસ્થતિથી ખૈલેયાઓનો ઉત્સાહ સાતમા આસમાને

E Y@SH DAK CITY 2023 october 2

વિજયભાઈની સાથોસાથ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સહપરિવાર હાજર રહ્યા હતા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા અને સાસંદ મોહનભાઇ કુંડારીયાની વિશેષ ઉપસ્થતિ રહી હતી. ઉપરાંત ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ભાજપ અગ્રણી જ્યંતીભાઈ સરધારા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ સામાજિક અગ્રણી મિલનભાઈ મીઠાણી પણ હાજર રહ્યા હતા. આ સિવાય ફેસ્ટિવ હોલીડેના કર્તા હર્તા અભિનવભાઈ પટેલ અને આયુર્વેદના નિષ્ણાંત ડો.સંજય જીવરાજની અને ભગતભાઈ સહપરિવાર હાજર રહી અબતક સુરભી રાસોસ્ત્સવને ચાર ચાંદ લગાવી દીધા હતા.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં નવરાત્રી મહોત્સવની આસ્થા પૂર્વક આનંદમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે ત્યારે રંગીલા શહેર સંસ્કૃત પ્રિય નગર અને દરેક તહેવારોને મન ભરીને માળનાર રાજકોટમાં અબતક સુરભી નવરાત્રી મહોત્સવ ખેલૈયાઓમાં હોટ ફેવરેટ બનીને પ્રાચીન પરંપરા માતાજીની આરાધના સાથે અર્વાચીન રાસોત્સવના પારિવારિક માહોલ થી અબતક સુરભીમાં પાંચમા દિવસે માનવ મહેરામણનુ હૈયુ દડાઈ તેવી મેદની અને ખેલૈયાઓ સાથે શહેરના અધિકારી પદાધિકારીઓ ઉદ્યોગપતિઓ સામાજિક રાજકીય આગેવાનો સહિત અબતક  સુરભીના દરબારમાં જાણે કે પારિવારિક મેળાવડો જામ્યો હોય તેમ અબતક સુરભી રાસ ના આયોજન પર ખેલૈયા થી લઈ મહાનુભાવો આફરીન થઈ ગયા હતા.

અબતક સુરભીમાં ડે વન થી દરરોજ શ્રોતાઓ અને ખેલૈયાઓની સંખ્યામાં વધારાની પરંપરા પાંચમા દિવસે પણ અકબંધ રહી હતી હૈયે હૈયું દળાય તેવી મેદની અને નાના બાળકથી લઈ યુવાનો અને મોટેરા ખેલૈયાઓએ વિવિધ વેશભૂષા અને પરંપરાગત શણગાર સાથે અબતક સુરભી રાસોત્સવની રોનક વધારી હતી.શરૂઆતથી કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી નિરંતર આનંદ ઉત્સાહ સતત વધતો રહ્યો હતો. ખેલૈયાઓ કલાકારો અને આમંત્રિત મહેમાનો સાથે પ્રબુદ શ્રોતાઓ દ્વારા અબતક સુરભી પરિવારના રાસોસ્ત્સવની વ્યવસ્થા અને પારિવારિક માહોલની સરાહના કરી હતી.

અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પ્રખ્યાત બોલીવુડ ફ્રેમ કલાકારો સિક્યુરિટી બેઠક વ્યવસ્થા ખેલૈયાઓને મોકલું મેદાન અને ફૂડ ઝોન અને તપતા સુરજ જેવી રોશનીથી અબતક સુરભી ખેલૈયાઓ માટે મનગમતું સ્થળ બની રહ્યું છે.પાંચમા દિવસે અબતક સુરભી રાસ્તોત્સવની ખીલી ઉઠી હતી.

‘અબતક સુરભી રાસોત્સવ’ની વ્યવસ્થા અને આયોજન ખરેખર માણવા જેવું: વિજયભાઈ રૂપાણી

અબતક સુરભી રસોત્સવનું આયોજન દર વખતે ખૂબ જ સુંદર હોય છે યુવાનો અને ખેલૈયાઓ માટે પારિવારિક માહોલમાં રાસોત્સવની અહીંની વ્યવસ્થાથી ખૂબ જ સુંદર માહોલ ઉભો થાય છે અહીં વ્યવસ્થાની સાથે સાથે સુરક્ષા અને સલામતી ની પણ ખૂબ જ દરકાર લેવામાં આવે છે રાજકોટના આંગણે રમાતા અબતક સુરભી રાસોત્સવ ખરેખર માણવા લાયક અને અદભુત છે.

દેશભરમાં મોદીની લહેર છે, 2024 ની ચૂંટણીમાં ભાજપ છવાઈ જશે: વિજયભાઈ રૂપાણી

અબતક સુરભી રસોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આગેવાનોએ હાજરી આપી આયોજકો ખેલૈયાઓ અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો સમગ્ર દેશમાં અત્યારે ભાજપ સરકારના વિકાસ કાર્યો વેગવાન છે જાહેર જીવન અને રાજકીય ક્ષેત્રે વિકાસ એકમાત્ર મુદ્દો છે વિકાસને જ મહત્વ અપાય રહ્યો છે વિજયભાઈ રૂપાણીએ પણ વિકાસને જ મહત્વ આપ્યું છે ત્યારે 2024 ની ચૂંટણી નજીક છે

વિજયભાઈ રૂપાણી પોતે પંજાબ હરિયાણા દિલ્હી સહિતના રાજ્યોમાં ફરી રહ્યા છે આર્થિક વિકાસ થઈ રહ્યો છે ત્યારે તેમની દ્રષ્ટિએ 2024 ની ચૂંટણી પૂર્વેનો આ માહોલ કેવો હશે વર્તમાન પરિસ્થિતિ અંગે વિજયભાઈ ને શું દેખાઈ રહ્યું છે તેવા અબતકના પ્રશ્નમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક લહેર છે. હવે લોકોને વિકાસ જોઈએ છીએ જે રીતે 9 10 વર્ષથી દેશનો વિકાસ થઈ રહ્યો છે તે જોતાં હું માનું છું કે મોદી લહેરના કારણે આવનારા દિવસોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશના દરેક રાજ્યોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે તેઓ આત્મવિશ્વાસ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દર્શાવ્યો હતો.

‘અબતક સુરભી રાસોત્સવ’નું આયોજન ખરા અર્થમાં અદભુત:સાંસદ મોહનભાઈ કુંડારીયા

અબતક સુરભી ના રાખો તો માં હું દર વર્ષે આવું છું અહીં મન મૂકીને રાસ રમતા ખેલૈયાઓને અભિનંદન પાઠવું છું, અહીં આખું રાજકોટ ઉમટ્યું હોય તેવું વાતાવરણ છે અહીં દીકરીઓ મન મૂકીને રમી શકે તેવું પારિવારિક સુરક્ષિત વાતાવરણ છે પરિવારને બાળકોનું ટેન્શન ન રહે તે માટે અબતક સુરભી રાસોત્સવ થી વિશેષ કોઈ જગ્યા હોય જ નહીં અહીંના આયોજન બદલ સુરભીની ટીમ અને અબ તક પરિવારના મોભી સતિષભાઈ મહેતા ને હું અભિનંદન આપું છું મોહનભાઈ કુંડારીયા એ દેશના આર્થિક વિકાસ ની તેજ રફતાર સંદર્ભે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે રાજકોટ સહિત સમગ્ર દેશની જનતા ની અપેક્ષામાં ખરા ઉતરવા માટે અમારે પ્રયત્ન કરવા જોઈએ અને તે પ્રયત્ન ચાલુ છે લોકો ને સુરક્ષા સલામતીની ભાવના હોય તેને સંતોષ થાય તેવું કામ અમારે કરવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.