ગુજરાતના નંબર વન અર્વાચીન રાસોત્સવ અબતક સુરભીના આંગણે સાતમાં અને આઠમાં નોરતે ખેલૈયાઓનો જોમ વધારવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનો જમાવડો જામ્યો હતો. અબતકના આંગણે મોંઘેરા મહેમાનની વિશેષ ઉપસ્થિતિથી સોનામાં સુગંધ ભળી હોય તેવો માહોલ સર્જાયો હતો. પાટડી ઉદાસી આશ્રમના મહંત પૂ. ભાવેશબાપુની પ્રેરક હાજરી અને આશિર્વચન ખેલૈયાઓ સાથે અબતક સુરભી રાસોત્સવ માટે પ્રસાદ સમાન બની રહી હતી. ખેલૈયાઓએ પણ ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ પોતાનો કલાકૌશલ્ય રજૂ કરી સર્વેને ખુશખુશાલ કરી દીધા હતા. મહાનુભાવોના મોઢામાંથી એવા પણ ઉદગારો નીકળ્યા હતા કે અબતકના આંગણે જે રાસોત્સવની જમાવટ જામે છે તે રાજકોટમાં બીજે ક્યાંય જોવા મળતી નથી.
સાતમાં અને આઠમાં નોરતે અબતક સુરભી રાસોત્સવના આંગણે અકીલા સાંધ્ય દૈનિકના મોભી અને અબતક સાથે અતૂટ આત્મીયતા ધરાવતા કીરિટભાઇ ગણાત્રા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓની હાજરી ખેલૈયાઓ માટે પણ પ્રેરણાદાયી બની હતી. આ ઉપરાંત રાજકોટના ઠાકોરસાહેબ માંધાતાસિંહ જાડેજા, યુવરાજ સાહેબ જયદીપસિંહ જાડેજા ઉર્ફે રામરાજા, યુવરાણી શિવાન્તીકાદેવી, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તેમના ધર્મપત્ની કૈલાશબેન ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ અને વંદનાબેન ભારદ્વાજ, મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલિયા, શાસકપક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, શાસકપક્ષના દંડક અજયભાઇ પરમાર, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શહેરભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, મહાપાલિકાના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર તથા રૂડાના સીઇઓ ચેતન ગણાત્રા તથા ચેતન નંદાણી, મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી તથા બકુલભાઇ નથવાણી, કમલેશભાઇ શાહ, મિલનભાઇ મીઠાણી, કમલેશભાઇ પારેખ, સિવિલ હોસ્પિટલના સુપ્રી. ડો. મનીષભાઇ મહેતા, મેડિકલ કોલેજના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ, પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, પંચશીલ સ્કૂલના ડો. ડી.કે. વાડોદરિયા, આજીડેમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. મેહુલભાઇ રાઠોડ, ભાજપ અગ્રણી મનુભાઇ વઘાસીયા, રાજકોટ અને મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા, સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજય દેસાણી, સૌરાષ્ટ્ર યુનિ.ના સાયન્સ ફેક્લ્ટી ડીન અને સીન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્ય ડો. નેહલ શુકલ, બી.એડ. ફેક્લ્ટીના ડીન ડો. નીદતભાઇ બારોટ, સીન્ડીકેટ સભ્ય ડો. હરદેવસિંહ જાડેજા, પુજીત રૂપાણી ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અમીનેષભાઇ રૂપાણી, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેભાઇ જોશી સહિતના વિવિધ ક્ષેત્રના દિગ્ગજોની ઉપસ્થિતિએ ખેલૈયાઓના જોમ અને જુસ્સામાં વધારો કર્યો હતો.