Abtak Media Google News
  • છેલ્લા ર4 કલાકમાં ભાદર સહિત 33 જળાશયોમાં નવા નીરની માતબર આવક

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે. 10 ડેમ ઓવરફલો થઇ ગયા છે. જયારે કુલ લેવલ જાળવી રાખવા માટે 6 ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. 33 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે.

સૌરાષ્ટ્રમાં ગઇકાલે શુક્રવારે પડેલા અનરાધાર વરસાદના કારણે ફુલઝર (કોબા), ફોફળ ડેમ, ફુલઝર-1, ફુલઝર-ર, ડાઇ મીણસાર, ઉંડ-3, રંમમતિ, વાડી સંગ, રૂપારેલ, સિંઘણી અને સોરઠી ડેમ હાલ ઓવરફલો થઇ રહ્યા છે. જયારે વેણુ-ર ડેમના 3 દરવાજા, આજી-ર ડેમનો 1 દરવાજો, ભાદર-ર ડેમના ર દરવાજા, મચ્છુ-3 ડેમનો એક દરવાજા, ફુલઝર (કોબા) નો 1 દરવાજો, ઉમિયા સાગરના ર દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે.

આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન 33 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. જેમાં રાજકોટ જીલ્લાના ભાદર ડેમમાં 0.69 ફુટ, મોજ ડેમમાં 4.59 ફુટ, ફોફળ ડેમમા: 4.20 ફુટ,  ન્યારી-ર ડેમમાં 0.33 ફુટ, છાપરવાડી-ર માં 0.66 ફુટ પાણીની આવક થવા પામી છે. આ ઉપરાંત મોરબી જીલ્લાના ડેમી-1માં 0.03 ફુટ, ડેમી-ર માં 0.49 ફુટ, બંગાવડીમાં 0.33 ફુટ, સસોઇમાં 3.05 ફુટ, પન્ના ડેમમાં 5.84 ફુટ, ફુલઝર-1માં 1.61 ફુટ, ફુલઝર-રમાં  9.25 ફુટ, સપડા ડેમમાં 5.18 ફુટ, વિજરળીમાં 1.87 ફુટ, ફોફળ-ર માં 1.84 ફુટ, રંગમતિમાં 4.27 ઇંચ, ઉંડ-1 માં 2.72 ફુટ, કંકાવટીમાં 3.58 ફુટ, વાડી સંગમાં 3.15 ફુટ, રૂપાવટીમાં 0.98 ફુટ, રૂપારેલમાં 1.64 ફુટ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઘી ડેમમાં 4.92 ફુટ, વર્તુ-1 ડેમમાં 2.40 ફુટ, ગઢકીમાં 3.94 ફુટ, વર્તુ-ર ડેમમા: 8.69 ફુટ, સોનમતીમાં 7.38 ફુટ, શેઢા ભાડથરીમાં 1.80 ફુટ, વેરાડી-1 માં 0.98 ફુટ, કાબરકામાં 2.98 ફુટ, વેરાડી-ર માં 3.44 ફુટ અને સોરઠી ડેમમાં 2.92 ફુટ પાણીની આવક થવા પામી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.