અબતક, ઋષિ મહેતા

મોરબી

તાજેતરમાં ગેસ કંપની દ્વારા રાતોરાત કમરતોડ ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો હોય જેથી સિરામિક ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મુકાયા છે ગેસના ભાવ ઉપરાંત રો મટીરીયલ્સના ભાવ, ક્ધટેનર અછત અને ભાડામાં વધારા સહિતના પરિબળોને પગલે હાલ મોરબીના 180 જેટલા વોલ ટાઈલ્સ યુનિટો એક માસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મોરબી વોલ ટાઈલ્સ એસોની તાજેતરમાં મીટીંગ મળી હતી. જેમાં હાલના ગેસના ભાવવધારા સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી અને તા. 30 ઓગસ્ટથી એક માસ માટે 180 જેટલા યુનિટો બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા જણાવે છે કે ગેસ કંપનીએ તાજેતરમાં રૂ.5/- નો ભાવવધારો કર્યો છે જે ભાવવધારો ઇન્ટરનેશનલ તેમજ ડોમેસ્ટિક માર્કેટમાં સેટલ થઇ સકે તેમ નથી તે ઉપરાંત ક્ધટેનર ભાડા વધારો અને સ્થાનિક લેવલે ઓર્ડર ના હોય જેથી 180 જેટલા વોલ ટાઈલ્સ બનાવતા યુનિટો એક માસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ માંગ અને પુરવઠાના નિયમને બેલેન્સ કરવામાં આવ્યા બાદ એક માસ બાદ ટાઈલ્સના ભાવોમાં 10 થી 15 ટકાના ભાવવધારા સાથે પુન: યુનિટો શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગેસના ભાવવધારો કરતા પૂર્વે જાણ કરાય તે જરૂરી: નિલેશ જેતપરીયા

Screenshot 7 4

સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે ગેસ કંપની ભાવવધારો કરે તે પૂર્વે એક માસ પહેલા નોટીસ આપી અથવા પત્રથી જાણ કરે તે જરૂરી છે ઓર્ડર વહેલા લેવાતા હોય છે અને ઓચિંતા ભાવવધારાને પગલે ફેક્ટરીને નુકશાની સહન કરવાનો વારો આવે છે. જેથી ગેસ કંપની જયારે પણ ભાવવધારો કરે તે પૂર્વે જાણ કરે તે ઉદ્યોગના હિતમાં હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.