ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં મંગળવારે ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો છે. દુર્ઘટનામાં સાત મજૂરનાં મોત નિપજ્યાં છે, જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. જેમાં 4ની સ્થિતિ ગંભીર ગણાવવામાં આવી રહી છે. પ્લાન્ટમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ છે.
પ્લાન્ટમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. પાઈપ લાઈનમાં વેલ્ડિંગ દરમિયાન બ્લાસ્ટ થયો, જે બાદ પ્લાન્ટમાં આગ લાગી હતી. રેસ્ક્યૂ ટીમે દાજી ગયેલાં લોકોને પ્લાન્ટમાંથી બહાર કાઢ્યાં છે. દુર્ગ આઈજી જીપી સિંહે જણાવ્યું કે દુર્ઘટના સમયે પ્લાન્ટમાં 24 લોકો હાજર હતા. રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.જૂન, 2014માં પણ અહીં દુર્ઘટના ઘટી હતી, જેમાં 6 લોકોનાં મોત નિપજ્યાં હતા.
Chhattisgarh: 6 dead and 14 injured in a gas pipeline blast in Bhilai Steel Plant. More details awaited.
— ANI (@ANI) October 9, 2018