જીસીબી દ્વારા પાણીની પાઇપ લાઈનનું કામ ચાલતું હતું તે દરમિયાન ગેસની લાઈન તૂટી : જીએસપીસીના અધિકારીઓમાં દોડધામ

મોરબીના ભડીયાદ રોડ પર આજે સવારે ૮:૩૦ કલાકે ગેસ લિકેજની ઘટના સામે આવી છે. જીસીબી દ્વારા પાણીની લાઈન માટે ખોદકામ થતું હતું તે દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ ગેસ લાઈન તૂટી જતા આ બનાવ બન્યો હતો. IMG 20180531 WA0026

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ભડીયાદ રોડ પર આજે સવારે ૮:૩૦ કલાકે ગેસ લિકેજ થતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ગેસ લીકેજ થયા બાદ અડધી કલાકમાં જીએસપીસીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી.

IMG 20180531 WA0027કર્મચારીઓએ તાકીદે ત્યાંના ૪ વાલ્વ બન્ધ કરી નાખ્યા હતા. પરંતુ ૧ કલાક જેટલો સમય ગેસ લીકેજ થયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ ૩ થી ૪ કલાકમાં ગેસ લાઈનનું રીપેરીંગ પૂર્ણ થઈ જશે. આ રોડ પર જેસીબી દ્વારા પાણીની લાઈનનું કામ ચાલતું હતું તે દરમિયાન ગેસની લાઈન તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.