પ્રધાનમંત્રી ઉજલા યોજના અંતર્ગત ગરીબ વર્ગના લોકોને વિના મુલ્યે ગેસ કનેક્શનોની કીટ નું વિતરણ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી ઉષાબેન કુસકીયા ની અધ્યક્ષતામાં આશરે ૪૦ જેટલા ગરીબ પરિવારોને કીટ વિતરણ કરવામાં આવેલ.
સરકારશ્રી ની યોજના અંતર્ગત જિલ્લા મહિલા કોંગ્રેસ મંત્રી યાસ્મિનબેન ચૌહાણ ની આગેવાનીમાં મહિલા કોંગ્રસ ની બહેનો દ્વારા ઘરે ઘરે ફરીને યાદી એકઠ્ઠી કરવામાં આવેલ અને જરૂરિયાત મંદ લોકો ને આ યોજનાનો યોગ્ય લાભ મળી તેવા શુભ આશય સાથે મહેનતના અંગે ૪૦ જેટલા ગરીબ પરિવારને યોજના નો લાભ અપાવેલ હતો આ તકે નગરપાલિકાના સદસ્યો ફારૂકભાઈ કાલવત તથા યાસીનભાઈનું બહુમાન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જિજ્ઞાસાબેન રાવલ ઉપ પ્રમુખ રિઝવાનાબેન ચૌહાણ વેરાવળ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ કાજલબેન ભજગોત્તર સહિતની મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહી હતી.