જામનગર નજીકના દરેડ ગામે પોલીસે દરોડો પાડી રાંધણ ગેસ સીલીન્ડર રીફીલીંગ કૌભાડ પકડી પડ્યું છે…પોલીસે નાના-મોટા ૧૫ ગેસ સીલીન્ડર સાથે એક સખ્સની ધરપકડ કરી છે….પુરવઠા વિભાગે પણ તપાસમાં જપ્લાવ્યું છે…

જામનગર પાસેના દરેડ ગામે પંચ કોશી બી ડીવીજન પોલીસે કાર્યવાહી પાર પાડી હતી…..દરેડ ગામે રમેશ આંબલીયાની ઓરડીમાં રેડ પાડી પોલીસે ગેસ રિફલીંગ કૌભાંડ ઉઘાડું પાડ્યું હતું….ઘટના સ્થળેથી પોલીસે ગેસ રિફલીંગ કરી રહેલા અજયસિંહ પરમાર  નામના સખ્સને પકડી પાડ્યો હતો…પોલીસે સ્થળ પરથી ત્રણ મોટા અને ૧૨ નાના ગેસ સીલીન્ડર, એક ગેસની લોખડની ટાંકી, જુદા જુદા પ્રમાણના વજનીયા, રેગ્યુલેટર, સહિતનો જથ્થો કબજે કર્યો હતો…..પકડાયેલો શખ્સ એક મોટા ગેસ સીલીન્ડર માંથી નાના બાટલામાં ગેસ રીફીલ કરતો પકડાયો હતો….ઓરડી માલિક રમેશ આંબલીયા  પણ આ કૌભાંડમાં સંડોવાયો હોવાનું સામે આવ્યું હતું….

પોલીસે પકડાયેલા શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરી….સમગ્ર ઘટના અંગે જીલ્લા પુરવઠા તંત્રને જાણ કરી હતી….પોલીસે આ કૌભાંડનો રીપોર્ટ રજુ કરતા પુરવઠા અધિકારીએ ઈન્સ્પેક્ટરને તપાસ સોંપી છે….આ ગેસ સીલીન્ડર સબસીડી વાળા છે કે કેમ ? આ કૌભાંડ કેટલા સમય થી ચાલતું હતું તેનો તાગ નજીકના ભવિષ્યમાં મળી જશે….આ પ્રકરણને લઈને પુરવઠા તંત્ર આગળની કાર્યવાહી કરશે….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.