ગેસ સિલિન્ડર લીક થવા અને ફાટવાની ઘટનામાં એક મહિલાના મૃત્યુના કેસમાં કન્ઝ્યુમર (ગ્રાહક) કોર્ટે કંપનીને રૂપિયા 10 લાખ 46 હજાર રૂપિયા વળતર આપવાનો આદેશ કર્યો છે. સાથે જ આ ઘટનામાં ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયેલી બીજી મહિલાને રૂપિયા 1 લાખ 75 હજારનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. LPG એટલે કે રસોઈ ગેસ તરીકે જે ગેસનો ઉપયોગ કરવામાં આવે છે તેનો ઉપયોગ દેશની મોટાભાગની જનતા કરે છે.

માટે જાણવું જરૂરી છે કે જો આ LPG ગેસ સિલિન્ડર ફાટે અથવા ગેસ લીક થવાના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો એક ગ્રાહક તરીકે તમારા કયા અધિકાર છે.

જો ગેસ સિલિન્ડરમાં લીકેજ અથવા તો બ્લાસ્ટ થાય છે તો તેની જવાબદારી ડીલર અને કંપનીની છે. 16 વર્ષ પહેલા થયેલી ઘટના અંગે નેશનલ કન્ઝ્યૂમર કોર્ટે આ આદેશ આપ્યો હતો કે જે અત્યારે પણ લાગું છે.

.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.