મોરબી સિરામીક ઉદ્યોગ પર પડેલા બોજને પહોચી વળવા લેવાયેલો નિર્ણય
ગુજરાતની સિરામીક ઈન્ડસ્ટ્રીઝને રાહત આપવા ગેસ કંપનીઓએ માસિક બીલ આપવાનું નકકી કર્યું છે. ગુજરાત સિરામીક ઉદ્યોગ ગલ્ફ દેશો દ્વારા એન્ટિડમ્પિગ ડયુટી લાદવામાં આવી રહી છે. ત્યારે તેનો ભાર હળવો કરવા આ રાહત આપવામાં આવી છે. ગેસ કંપનીએ દૈનિક ગણતરીના અભ્યાસ પ્રમાણે માસિક ગેસબીલ આપવાની માંગણીને સ્વીકારી લીધી છે
મહત્વનું છે કે માસિક ધોરણે વધારાના ગેસની સપ્લાયની ગણતરીનો નિર્ણય સિરેમીક એકમોને સુગમતા આપણે મોરબી સિરામીક એસોસીએશનના વેક્રિફાઈડ ટાઈલ્સ વિભાગના અધ્યક્ષ મુકેશ ઉધ્રેજાએ જણાવ્યું કે અમે મહિનામાં ગેસનો સરેરાશ ઉપયોગ કરી શકીએ અને ખર્ચ પણ બચાવી શકીએ છીએ જે દૈનિક ધોરણે શકય નથી મોરબી ભારતમાં સિરામીક ટાઈલ્સ મેન્યુફેકચરીંગમાંમોટુ સ્થાન ધરાવે છે.
અન્ય રાહત પગલાઓમાં ગુજરાત ગેસના વિલંબીત ચુકવણી પરના વ્યાજને ૨૪ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવે છે. અને નોટીસ સમયગાળો ૩૦ દિવસથી ૭ દિવસ સુધીનો રહેશે ૧ નવેમ્બરથી અમલમાં આવેલા આ કરારને જીજીસેલ દ્વારા કંપનીઓને મોકલવામાં આવ્યો છે.