- ભારતના વિકાસમાં રામન સ્પેકટ્રોસ્કોપીની ભૂમિકા વિશે પ્રકાશ પાડતા ડો.ધીરજ સિંઘ
ગુજરાત વિજ્ઞાન સંમેલન 2024 અંતર્ગત યોજાયેલ નવ દિવસીય ઓનલાઈન પરિસંવાદની શૃંખલા “વિજ્ઞાન યાત્રા’નો પાંચમો દિવસ હતો. વિજ્ઞાન યાત્રાના પાંચમાં દિવસે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના એસોસિએટ પ્રોફેસર ડો. ધીરજ કુમાર સિંઘ તથા ગુરુ ગોબિંસિંઘ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. સત્યાબ્રત મહાપાત્રના વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં દેશભરમાંથી સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.
ડો. ધીરજ કુમાર સિંઘ હાલ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની સ્કૂલ ઓફ નેનો સાયન્સમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમના નામે 72 ઉપરાંત આંતરરાસ્તરીય સંશોધન પત્રો છે. તેમનું સંશોધન કાર્ય મુખ્યત્વે ફંક્શનલ નેનોમટેરિયલ્સ, સોલર એનર્જી ડીએફટી કેલ્ક્યુલેશન, બાયોમોલેક્યુલ્સ, વગેરે પર કેન્દ્રિત છે. ડો. ધીરજ કુમાર સિંઘે “ભારતના વિકાસમાં રામન સ્પેક્ટ્રોસ્કોપીની ભૂમિકા” વિષય પર વ્યાખાન આપ્યું હતું. રામન સ્પેક્ટ્રોસ્કોપી એ ખુબજ શક્તિશાળી તેમજ નોન ડિસ્ટ્રકટીવ ટેક્નિક છે જેનો ઉપયોગ વિજ્ઞાનની લગભગ તમામ શાખાઓમાં વિવિધ હેતુઓથી થતો હોય છે. ડો. સિંઘે તેમના વ્યાખાનમાં વિવિધ પ્રકારની રામન સ્પેક્ટ્રોસ્કોપી જેવી કે સરફેસ એન્હાન્સડ રામન સ્પેક્ટ્રોસ્કોપી, ટીપ એન્હાન્સડ રામન સ્પેક્ટ્રોસ્કોપી, કોહરન્ટ એન્ટી સ્ટોકસ રામન સ્પેક્ટ્રોસ્કોપી વગેરીની સમજ વિદ્યાર્થીઓને આપી હતી. ડો. સિંઘે રામન સ્પેક્ટ્રોસ્કોપીના વિકાસ નો ઇતિહાસ તેમજ ડો. સી. વી. રામનના યોગદાન વિષે વાત કરી હતી. ઉપરાંત કાર્બન બેસ્ડ નેનોમટેરીઅલ્સના કેરેકટરીઈઝેશનમાં રામન સ્પેક્ટ્રોસ્કોપી કેવી રીતે ઉપયોગી થઇ શકે તેની માહિતી આપી હતી. ત્યારબાદ તેમણે પોલિમર કેરેકટરીઈઝેશન, ફોરેન્સિક સાયન્સિસ, કોરોના વાયરસ ડિટેકશન વગેરેમાં રામન સ્પેક્ટ્રોસ્કોપી કેવી રીતે ઉપયોગી છે તેની વિગતે ચર્ચા કરી હતી
બીજું વ્યાખ્યાન ડો. સત્યવ્રત મહાપાત્રા દ્વારા આપવામાં આવ્યું હતું. ડો. સત્યવ્રત મહાપાત્રા હાલ ગુરુ ગોબિંસિંઘ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના આસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ડો. મહાપાત્રા નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, ઇન્ડિયા ના સભ્ય છે. તેમણે કુલ 140 જેટલા સંશોધન પત્રોપ્રકાશિત કર્યા છે. તેમનું સંશોધન કાર્ય મુખ્યત્વે મલ્ટિફંકશનલ હાયબ્રીડ નેનોસ્ટ્રક્ચર્સ, 2ડી મટેરીઅલ્સ, અને મેટલ ઓક્સાઇડ સેમિક્ધડક્ટર બેસ્ડ પ્લાસમોનીક નેનોકોમપોસાઇટ, ફોટોકેટાલીસીસ, ગેસ સેન્સિંગ, બાયો સેન્સિંગ અને વોટર પ્યોરિફિકેશનમાં છે.
વિજ્ઞાન યાત્રાના પાંચમાં દિવસે વિશેષ અતિથિ તરીકે વિજ્ઞાન ભારતી, નેશનલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તથા વિજ્ઞાન ગુર્જરીના પૂર્વ પ્રેસિડન્ટ ડો. વિદ્યાધર વૈદ્ય તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનના પ્રોફેસર ડો. રાહુલ કુંડુ ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન ગુર્જરી ગુજરાત પ્રાંત સચિવ જીગ્નેશભાઈ બોરીસાગર ઉપસ્થિત રહેલ. સેશનચેર એક્સપર્ટ તરીકે ડો. પવન નેગી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભૌતિક શાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને વિજ્ઞાન ગુર્જરી રાજકોટ એકમના અધ્યક્ષ પ્રો. નિકેશ શાહ, વિજ્ઞાન ગુજરી રાજકોટ એકમના સેક્રેટરી પ્રો. પી. એન. જોશી તેમજ વિજ્ઞાન યાત્રાના કોઓર્ડીનેટર ડો. અશ્વિની જોશી, ડો. પિયુષ સોલંકી તેમજ ડો. ડેવિટ ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતા.