રંગબેરંગી વેશ-ભૂષામાં સજજ દિકરીઓ વચ્ચે 40થી વધુ ઈનામોની વહેંચણી
હરિવંદના કોલેજ ગુણવત્તા યુક્ત શિક્ષણ પ્રદાન કરવા અને તેના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વધારવા માટે પ્રતિબદ્ધ અગ્રણી સંસ્થા છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને કોલેજનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીએ પસંદ કરેલા ક્ષેત્રોમાં સફળતા મેળવી શ્રેષ્ઠ સમાજ, શ્રેષ્ઠ રાષ્ટ્ર અને સારા વ્યક્તિત્વનું ઘડતર કરવાનો છે.
હરિવંદના કોલેજ તેના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાને પોસવા અને નવીનતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે જાણીતી છે અને તે ઉદ્દેશ્યને લઈને પ્રમુખસ્વામી હોલ ખાતે ” પરિધાનમ” નામના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં અલગ અલગ પાંચ રાજ્યો જેવા કે ગુજરાત રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર અને બંગાળના તેમના મૂળભૂત પરિધાનમાં હરિવંદના કોલેજના વિવિધ વિભાગોની કુલ 255 દીકરીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. કોલેજમાં અભ્યાસ કરતી 1000 દીકરીઓ એ કાર્યક્રમ નિહાળ્યોં. આ કાર્યક્રમમાં વિજેતા દીકરીઓને અલગ અલગ થીમ (કેટેગરી) મુજબ કુલ 40 થી વધુ ઇનામો આપવામાં આવ્યા હતા.
આ ફેશન શોમાં મેઈન સ્પોન્સર તરીકે અર્જુન જવેલર્સ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાવનાબેન જોષીપુરા, ડો.મીનલબેન રાવલ, ડો. ચૈતાલીબેન પટેલ, દિયાબા રાજપુત, આનંદબા ખાચર, સોનલબેન જલુ, અવનીબેન ડાંગર તથા મહિલા પોલીસ સ્ટેશનથી ત્રિવેદી મેડમ તથા ડોડીયા મેડમ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરિવંદના કોલેજના ટ્રસ્ટી ડો.કૃપાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના ફિમેલ સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.