આઇટીઆઇના ફેશન ડિઝાઇનિંગ અને ડ્રેસ મેકીંગના તાલીમાર્થીઓ દ્વારા બનાવેલા આધુનિક વસ્ત્રોના એક્ઝિબિશનને ભારે સફળતા
સતત બદલાતા જતા આધુનિક સમયમાં મહિલાઓ પુરૂષ સમોવડીઓ બની રહી છે. ત્યારે મહિલાઓ ઘરગથ્થુ ન રહેતા સ્વરોજગારી મેળવીને સ્વાવલંબી બને તે માટે મહિલા આઈટીઆઈ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાંઆવે છે. રાજયની મહિલા આઈટીઆઈમાં ફેશન ડીઝાઈન ટેકનોલોજી, ડ્રેસ મેકીંગ, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ, બેઝીક કોસ્મોટોલોજી, હેલ્થ એન્ડ સેનેટરી ઈન્સ્પેકટર જેવા સ્વરોજગારી આપતા કોર્ષો ચલાવવામાં આવે છે. રાજકોટ આઈટીઆઈના ફેશન ડીઝાઈન ટેકનોલોજી અને ડ્રેસ મેકીંગના મહિલા તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ગારમેન્ટનું એકઝીબીશન યોજવામાં આવ્યું છે. આ એકઝીબીશનને ભારે સફળતા મળી રહી છે.
આ એકઝીબીશનમાં આ બંને ટ્રેડના તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા આધૂનિક વસ્ત્રો જેવા કે વન પીસ ઈન્ડો વેસ્ટર્ન, ચણીયા ચોળી, ટોપ વગેરેના વેચાણ માટે મૂકવામા આવી છે. ગત તા.૨૪થી ત્રણ દિવસ માટે યોજાયેલા આ એકઝક્ષબીશનમાં જવેલરી સ્કેચ, ટાઈ એન્ડ ડાઈ સેમ્પલ વેસ્ટમાંથી બેસ્ટ વગેરે ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. શહેરનાં યુનિવર્સિટી રોડ પર બી.ટી. સવાણી હોસ્પિટલ પાસે આવેલી મહિલા આઈટીઆઈના હોલમાં યોજાયેલા આ એકઝીબીશનને નિહાળવા મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી રહી છે.
ડ્રેસમેકીંગથી લઈને વેચાણ સુધીનું બધુ શીખવા મળે છે: આયુષી કાલરિયા
અબતક સાથેની વાતચીતમાં કાલરીયા આયુસીએ જણાવ્યું કે ફેશન ડીઝાઈનીંગ ટ્રેડમાંથી છું આજે આ એકઝીબીશનનું આયોજન કરેલું છે. તો તેમાં ડ્રેસ મેકીંગથી લઈને તેના વેચાણ સુધીનું બધી જ વસ્તુઓ અમે શીખી રહ્યા છીએ મારા ટ્રેડમાં ૬૦ તાલીમાર્થીઓ છીએ અમોએ સાથે મળીને ઈન્ડોવેસ્ટર્ન, વનપીસ, ફ્રોક ઉનમાંથી બધી વસ્તુઓ બનાવી છે. આ બધી વસ્તુઓનું સેલીંગ થાય અને અમે પ્રગતી કરી એવી અમને આશા છે.
મહિલા તાલીમાર્થીઓએ બનાવેલા ગારમેન્ટ વેચવા સક્ષમ થાય તે માટે આયોજન: આર.એસ. ત્રિવેદી
મહિલા આઈટીઆઈના પ્રિન્સીપાલ આર.એસ. ત્રિવેદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મહિલા આઈટીઆઈમાં તાલીમાર્થીઓ માટે ફેશન ડીઝાઈનીંગ અને ડ્રેસ મેકીંગના કોર્ષ ચાલે છે. આ કોર્ષ એવા છે કે મહિલાઓ પોતાની રીતે પગભર થઈ શકે છે અમે જે શિખડાવીએ છીએ અને તેઓ જે બનાવે છે તેનું પ્રદર્શન કરે મહિલા તાલીમાર્થીઓ તેમની જાતને પૂરવાર કરવાની કોશિષ કરે તેવો પ્રયત્ન છે. અમે આ તાલીમમાં ફેશન ડીઝાઈનીંગ અને ડ્રેસમેકીંગમાં લેહીઝ જેન્ટસ અને ચીલ્ડ્રન વેર બનાવતા શીખવીએ છીએ. આ તાલીમની અંદર મટીરીયલ્સ આપીએ છીએ ઈન્ડો વેસ્ટર્ન ઉપરાંત ઉનના મટીરીયલ્સ અને ચણીયાચોલી પણ આ તાલીમાર્થીઓ બનાવેલા છે.