- રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં લસણના રૂ. 6500 ઓલટાઈમ હાઈ ભાવ: છૂટક બજારમાં રૂ.400નું કિલો વેચાતુ લસણ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે બુધવારે એક મણ લસણનો ભાવ રૂ. 6500 બોલાયો હતો જે અત્યાર સુધીનો સૌથી વધુ છે આવકમાં ઘટાડો નોંધાતા લસણના ભાવ સળગ્યા છે. છુટક બજારમાં હાલ 400 રૂપીયા પ્રતિકિલો લસણ વેચય રહ્યૂં છે. હજી લસણના ભાવમાં વધારો થવાની સંભાવના જણાય રહી છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે 280 કિવન્ટલ લસણની આવક થવા પામી હતી આવકમાં અચાનક ઘટાડો થવાના કારણે ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું નોંધાયું હતુ અત્યંત નબળી ગુણવતાના લસણના ભાવ પણ રૂ. 4900 ઉપજયા હતા જયારે સારી કવોલીટીના લસણના ભાવ પ્રતિમણ રૂ. 6500 બોલાયા હતા જે યાર્ડમાં અત્યાર સુધીમાં સૌથી ઉંચા છે. માાંગના પ્રમાણમાં લસણનું ઉત્પાદન ન થવાના કારણે લસણના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ લસણના ભાવમાં વધારો થવાનોઅવકાશ જણાય રહ્યો છે.યાર્ડમાં પ્રતિકિલા લસણના ભાવ રૂ. 245 થી લઈ રૂ. 325 બોલાઈ રહ્યા છે. જેની સાપેક્ષમાં છુટક બજારમાં પ્રતિકિલો લસણના ભાવ રૂ. 400 સુધી પહોચી જતા ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. રસોઈમાં સ્વાદનો ઉમેરો કરતા લસણના ભાવમાં આવેલા ઉછાળાથી રસોડામાંથી લસણની સોડમ ગાયબ થઈ ગઈ છે.
આ ઉપરાંત રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે સફેદ ચોળાનો ભાવ પણ અત્યાર સુધીમાં સૌથી હાઈએસ્ટ રૂ. 3652 રહેવા પામ્યો હતો.