ગારીયાધાર સમાચાર
ગારીયાધાર તાલુકામાં આવેલા કાલભૈરવનાથ દાદાના મંદિર ખાતે ભવ્ય કાલ ભૈરવ યજ્ઞ અને લોક ડાયરો યોજાશે. જેમાં સંપૂર્ણ ભારતમાં માત્ર ઉજ્જૈન, કાશી અને ગારીયાધાર આમ માત્ર ત્રણ જગ્યાએ બિરાજમાન કાલભૈરવનાથ દાદાના પ્રાગટ્ય મહોત્સવમાં
ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે .
કાલભૈરવનાથ દાદા સેવક સમુદાય દ્વારા આમંત્રણ આપ્યું ભાવિ ભક્તોને આમંત્રણ આવ્યું છે .તેની સાથે ભૈરવયાગ યજ્ઞ તેમજ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં કારતકવદ આઠમ એટલે કે કલાષ્ટમી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભૈરવનાથ દાદાનો રુદ્ર અભિષેક ત્યારબાદ રાત્રિના પાંચ કલાકે ભૈરવ યાગ યજ્ઞ ત્યારબાદ સાંજના 6. 45 ના સમયે સંધ્યા આરતી યોજાશે. આમ આ સમગ્ર કાર્યક્રમ બાદમાં રાત્રીના સમયે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવશે. જેમાં સમગ્ર આયોજનમાં હકાભા ગઢવી, જનક વેગડ, મનીશા પાઘડી જેવા કલાકારો સ્ટેજ પરથી ડાયરાની જમાવટ કરશે . આ તકે મુખ્ય મહેમાન તરીકે ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ પણ ઉપસ્થિત રહેશે.