જુના ઝઘડાનો ખાર રાખી સરપંચ સહિત ત્રણ શખ્સોએ છરી-કુહાડી વડે કર્યો હુમલો
કુવાડવાના ગારીડા ગામે જુના ઝઘડાનો ખાર રાખી કોળી યુવકને સરપંચ સહિત ત્રણ શખ્સોએ લોખંડના પાઈપથી હાથ-પગ ભાંગી નાખ્યા હતા. જયારે કોળી યુવકના નાના ભાઈ શૈલેષ તેના મિત્ર વિજય ગોરીયાને ત્રણેય શખ્સોએ કુહાડીના-છરીના ઘા ઝીંકયાની ફરિયાદ નોંધાઈ છે. કુવાડવા પોલીસે મહામારી અંગે ત્રણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.
પ્રથમ બનાવમાં કુવાડવાના ગારીડા ગામના અરવિંદ છનાભાઈ કુંભાણી (ઉ.વ.૨૪) નામનો કોળી યુવાન રવિવારે બપોરે એકાદ વાગ્યે ગારીડા ગામના ચોકમાં હતો ત્યારે બાબુ દેવશી વાટીયા, જહા જાદવ કોળી, ગુલા રતાભાઈ વાંટીયા, અભય સામત ઉર્ફે ભગત વાંટીયાએ લોખંડના પાઈપથી હુમલો કરી ડાબા પગની છુટી પાસે ઘા ફટકારી ફેકચર કરી નાખી જમણો હાથ પણ ભાંગી નાખ્યો હતો. શરીરે આડેધડ ઘા ફટકાર્યા હતા. અરવિંદ કુભાણી સારવાર માટે દાખલ તથા તેની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે બાબુ વાંટીયા સહિત ચાર સામે ગુનો નોંઘ્યો છે. અગાઉ અરવિંદ તેના કુટુંબીજનોને બાબુ વાંટીયા તથા તેના પરિવાર સાથે માથાકુટ થઈ હતી ત્યારે પણ તેના પર પણ હુમલો થયો હતો. જુના મનદુ:ખનો ખાર રાખી ફરીથી રવિવારે હુમલો કરાયો હતો.
અરવિંદ કોળીને ખસેડાયા બાદ તેના ભાઈ શૈલેષ છનાભાઈ કુંભાણી (ઉ.વ.૩૨)ને શોધવા જહો, હિતેષ, બાબુ વાટીયા સહિતના નીકળ્યા હોવાનું અરવિંદના બીજા ભાઈએ જણાવ્યું હતું. તેના કહેવા મુજબ સાંજે પાંચેક વાગ્યે શૈલેષ ગામના તળાવ પાસે દેખાતા તેનો પીછો કરવામાં આવતા તે બચવા માટે તળાવમાં કુદી જતા બધા બહાર કાંઠે ઉભા રહી ગયા હતા એ પછી શૈલેષનો મિત્ર ગુંદાળા ગામે રહેતો વિજય ગોરીયા ગારીડાના ડેમ પાસે માછી લેવા આવ્યો ત્યારે મિત્ર શૈલેષને તળાવમાં ઘેરાયેલો જોતા તેણે મદદ કરી બહાર કાઢયો હતો. આ વખતે જહો, હિતેષ અને બાબુ શૈલેષને મારવા દોડતા અને ધોલધપાટ કરતા તે બચીને ભાગી ગયો હતો. આથી જહા સહિત ત્રણેયએ વિજયને છરી-કુહાડીના ઘા કર્યા હતા.
આ બારામાં પોલીસે બીજી ફરિયાદ ગુંદાળા ગામે રહેતા ખેતીકામ કરતા વિજય કાનાભાઈ ગોરીયા (ઉ.વ.૨૭)ની નોંધી ગારીડાના જહા જાદવ, હિતેષ મનસુખ વાટીયા અને બાબુ વાટીયા સામે ગુનો નોંઘ્યો હતો. વિજયના કહેવા મુજબ રવિવારે સાંજે પાંચેક વાગ્યે બાઈક હંકારીને ગારીડાના ડેમે મચ્છી લેવા માટે નીકળ્યો હતો. આ વખતે ગારીડા ડેમ પાસે પહોંચતા મિત્ર શૈલેષ કુંભાણી આવ્યો હતો તેની સાથે ઉભો હતો ત્યારે ગારીડાના જહા, હિતેષ વાંટીયા અને બાબુ વાટીયાએ આવી શૈલેષ સાથે માથાકુટ કરી હતી. શૈલેષ ભાંગી જતા જહાએ વિજયના હાથમાં બંને પગમાં કુહાડીના ઘા કરી ઈજા કરી હતી. એ પછી રવજી વાટીયાએ વધુ મારથી બચાવી સારવાર અર્થે ગોકુલ હોસ્પિટલ ખસેડયો હતો.
આ ઉપરાંત કુવાડવા પોલીસે ત્રીજી ફરિયાદ ગારીડાના ધીરૂ લીંબાભાઈ વાંટીયા (ઉ.વ.૫૨)ની નોંધી ગારીડાના શૈલેષ ધીરૂ કુંભાણી સામે ગુનો દાખલ કર્યો છે. ધીરૂેએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ગારીડા ગામમાં હતો ત્યારે શૈલેષે ચાવી તું કેમ અમારા પરિવારના લોકો સાથે ઝઘડામાં હતો ? તેમ કહી કુહાડીથી હુમલો કરી બંને પગે અને શરીરે ઈજા કરી હતી. ત્રણેય બનાવ અંગે પી.આઈ એમ.સી.ચાવડા, પી.એસ.આઈ આર.કે.રાઠોડ, બી.પી.મેઘલાતરે ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથધરી છે.