પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં 245થી વધુ ખેડુતો અને વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારત દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે તેવી જ રીતે માનનીય પ્રધાનમંત્રી દ્રારા શિમલા (હિમાચલ પ્રદેશ) ખાતેથી ભારત સરકારની છેલ્લા 8 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના, ઉજવલા યોજના,પોષણ યોજના, સ્વચ્છ ભારત મિશન, વન નેશન વન રેશનકાર્ડ, ગરીબ ક્લ્યાણ યોજના, આયુષ્યમાન યોજના અને મુદ્દા યોજનાનો સીધો લાભ ભારતીય નાગરિકોને પ્રાપ્ત થયેલ જેના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો. હતો.
સદર કાર્યકમ અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાના 10 કરોડથી વધારે લાભાર્થી ખેડૂતોને રૂ.21 હજાર કરોડથી વધારેના 11મા હપ્તાનુ વિતરણ કરવામાં આવ્ય હતુ. આ તકે કેવીકે ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટ, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે સંમેલન વ કૃષિ પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્ર્મના અધ્યક્ષ દિલીપભાઈ મોરી, ઉપપ્રમુખ , જીલ્લા પંચાયત-ગીર સોમનાથ તેમજ મુખ્ય મહેમાન ભગુભાઈ પરમાર,તાલુકા ભાજપ પ્રમુખ કોડીનાર, કુલદીપસિંહ ડોડીયા, ખેતી અધિકારી-ગીર સોમનાથ, શ્રી સંદિપભાઈ પરમાર, ડીપીડી-ગીર સોમનાથ, કિરીટભાઈ જસાણી, એસીએફ-અંબુજાનગર વગેરે મહેમાનઓએ હાજરી આપી. હતી.
આ કાર્યક્રમની શરૂઆતમાં રમેશ રાઠોડ, ઇન્ચાર્જ વરિષ્ઠ વેજ્ઞાનિક અને વડા એ ઉપસ્થિત સર્વેનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ. કુલદીપસિંહ ડોડીયાએ ગુજરાત રાજયની ખેતીવાડી ખાતાની સરકાર ની યોજનાઓ વિશે સહવિસ્તૃત માહિતી આપી હતી. મનીષ જે. બલદાણીયાએ પ્રાકૃતિક કુષિના ઘટકો અને તેની આવશ્યક્તા વિષય પર પ્રકાશ પાડયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ દિલીપભાઈ મોરીએ નેનો યૂરિયાના ઉપયોગ, મૂલ્યવર્ધન પાકોની ખેતી વગેરે જેવા મહત્વપૂર્ણ વિષય પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ શિમલા ખાતેથી પ્રધાનમંત્રીના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વેએ નિહાળ્યું હતુ. આ કાર્યક્રમમાં ર45 જેટલા ખેડૂતો, વિવિધ વિભાગીય અધિકારીશ્રીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ગીર સોમનાથ જીલ્લાના કેવીકે, ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ અને એસીએફની ટીમના તમામ સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.