મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ 14મીએ તાપી અને 15મીએ ગીર સોમનાથથી ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરાવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વ હવે મતદારોને રિઝવવા માટે સત્તાધારી પક્ષ ભાજપ એડી ચોંટીનું જોર લગાવી રહ્યું છે. આગામી માસના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઇ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે ત્યારે અંતિમ દિવસોમાં મતદારોના મનમાં વસી જવા માટે રાજય સરકાર દ્વારા આગામી 14 અને 1પ ઓકટોબરના રોજ રાજયવ્યાપી ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ 14મીએ તાપી ખાતેથી જયારે 1પમીએ ગીર સોમનાથ જિલ્લા ખાતેથી ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2009-2010માં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરાવ્યો હતો. રાજય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાનો લાભ મુળ લાભાર્થીઓને વચેટીયાની મદદ વિના સીધા જ મળતા થાય તે માટે ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવે છે અત્યારે સુધીમાં અલગ અલગ 1ર તબકકામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલુકા અને જીલ્લા કક્ષાએ 1567 ગરીબ કલ્યાણ મેળા યોજાઇ ચુકયા છે. 1.65 કરોડ લાભાર્થીઓને રૂ. 34596 કરોડથી વધુ રકમની સાધન સહાય પુરી પાડવામાં આવી છે.હવે વિધાનસભાની ચુંટણી પૂર્વ રાજય સરકાર દ્વારા રાજય વ્યાપી 13માં તબકકાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 14મી ઓકટોબરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તાપી ખાતેથી જયારે 1પમી ઓકટોબરે ગીર સોમનાથ જિલ્લાથી ગરીક કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે. બે દિવસીય ગરીબ કલ્યાણ મેળામાં 33 જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમ જિલ્લાના પ્રભારી મંત્રીઓ તથા પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉ5સ્થીત રહેશે.