સુરત: રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને છેવાડાના લોકોને સીધો લાભ મળે તે હેતુથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં હાથો હાથ સહાય પહોંચાડવામાં આવે છે.આ કલ્યાણ યજ્ઞમાં સુરતમાં વસતા દેવડી કોમ્યુનિટી હોલ ખાતે 21 માં ગરીબ કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને 136.27 કરોડની સહાય ચૂકવાઇ હતી.\
આ સાથે આ કાર્યક્રમનું આયોજન વસ્તાદેવડી કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ખાતે સાંસદ મુકેશ દલાલ અને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને બસમાં મફત મુસાફરી, સંત સૂરદાસ યોજના કુંવરબાઈનુ મામેરુ, માનવ ગરીમા યોજના, પંડિત દિન દયાળ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના લાભાર્થીઓને હાથો હાથ સહાય ચૂકવવામાં આવી હતી.
ભાવેશ ઉપાધ્યાય