યુવક-યુવતિઓને વહેલી તકે ફોર્મ ભરવા પ્રમુખ નરેન્દ્રભાઇ સોંલંકીનું આહવાન
ગુર્જર ક્ષત્રીય જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન જ્ઞાતિજનોની સેવા સંગઠન અને ઉત્થાન માટે વિવિધ પ્રકારના સામાજીક કાર્યક્રમોનું આયોજન અવારનવાર કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ જ્ઞાતિ સમસ્તનાં નવનયુવાનો પોતાના માટે યોગ્ય જીવનસાથીની પસંદગી કરી શકે તે માટે સગપણ સંમેલન તથા સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા.૭ જાન્યુઆરીના રોજ સગપણ સંમેલનું આયોજન તથા આગામી તા.પ ફેબ્રુઆરી ના રોજ સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આ બંન્ને આયોજનનો જ્ઞાતિ સમસ્ત દ્વારા સંપૂર્ણ પારીવારિક માહોલમાં કરવામાં આવશે. જેથી દરેક યુવક-યુવતી નિ:સંકોચ પણે પોતાની વાત સગપણ સંમેલનમાં રજુ કરી શકે અને પોતાના જીવનસાથી તરીકે યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકે.
સગપણ સંમેલનમાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતિઓને તા.૧ જાન્યુઆરી સુધીમાં વહેલ તકે ફોર્મ ભરી પરત આપવા માટે ખાસ જણાવવામાં આવેલ છે તથા સમુલ લગ્નમાં ભાગ લેવા ઇચ્છતા દંપતિઓને તા.ર૪ જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરીને પરત આપવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ બન્ને કાર્યકમોનું આયોજન જ્ઞાતિ સમસ્ત દ્વારા સંચાલીત મોહન માંડણ વિઘાર્થી ભવન, પુષ્કરધામ નંદી પાર્ક એસ.એન.કે. સ્કુલની બાજુમાં યુનિવસીટી રોડ ખાતે રાખવામાં આવેલ છે.
સગપણ સંમેલન તથા સમુહલગ્નમાં ફોર્મ નીચે જણાવેલ સ્થળોએ સવારે ૧૦ થી ૧ર તથા સાંજે પ થી ૭ સુધીમાં મળશે. જેની સર્વે જ્ઞાતિજનોને નોંધ લેવા જણાવાયું છે. જીવરાજ હોસ્પિટલ-ગોપીનાથ કોમ્પલેક્ષ ૧-ગોપાલનગર, સહયોગ હાર્ડવેર- દેવપરા માર્કેટ, કોઠારીયા મેઇન રોડ, પ્રભાત સીઝન સ્ટોર આશાપુરા મેઇન રોડ ૪૯ પ્રહલાદ પ્લોટ, ધર્મભકિત ઇન્ટરીયર હાઉસ ૧૫૦ ફુટ રીંગ રોડ નાના મૈવા સર્કલ, પુજા સ્ટેશનરી ભગવતી હોલ બાજુમાં હનુમાન મઢી ચોક રૈયા રોડ, જયંતભાઇ એડવોકેટ એન્ડ નોટરી શ્રી ચેમ્બર્સ પ્રથમ માળે પાર્થ વિઘાલય સહજાનંદ સોસાયટી,, અવધ એપાર્ટમેન્ટ વાળો રોડ, બીપીનભાઇ ચોટલીયા બંગડી બજાર ધી કાંટા રોડ, શ્યામવાડી ગીતામંદીર પાસેથી ફોર્મ મેળવી શકાશે.
ફોમ ભરીને પરત શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્તનું કાર્યાલય ગ્રાઉન્ડ ફલોર ગોપીનાથ કોમ્પલેક્ષ ૧-ગોપાલનગર, ગાયત્રીનગર મેઇન રોડ, ખાતે આપવાના રહેશે. વધુ માહીતી માટે જ્ઞાતિ સમસ્તના મંત્રી હરસુખભાઇ ચોટલીયા મો. ૯૪૨૮૨ ૫૮૫૩૪ નો સંપક કરવા જણાવાયું છે.