ડ્રાઈવઈન સિનેમા ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર,કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતની ૨૮ ટીમો વચ્ચે જંગ: આયોજકોએ લીધી અબતકની મુલાકાત
ગુર્જર સુતાર જ્ઞાતિમાં રમત ગમતના માધ્યમથી મૈત્રી ભાવનાનો વિકાસ થાય એ હેતુથી છેલ્લા ૨૩ વર્ષથી ગજજર સ્પોર્ટસ કલબ દ્વારા યોજાતી રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો કાલથી ભવ્ય પ્રારંભ થાશે તા.૮ થી ૧૫ જુની સુધી ડ્રાઈવ ઈન સિનેમા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રસીયાઓનો મેળાવડો જામશે.
આ ટુર્નામેન્ટમાં રાજકોટના નામાંકીત ઉદ્યોગપતિઓ, રાજકીય મહાનુભાવો, સરકારી અમલદારો, જ્ઞાતિજનો ક્રિકેટ રમવાનો તથા જોવાનો લ્હાવો લેશે.
આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમ તેમજ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર, બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ વિકેટ કીપરને ટ્રોફી તેમજ પ્રોત્સાહક ઈનામો અને રોકડ ઈનામો આપવામાં આવશે. રોજના ૪ મેચો રમાડાશે. જેમાં રાજકોટ, અમદાવાદ, મુંબઈ, જામનગર, મોરબી, વાંકાનેર, જૂનાગઢ, ગોંડલ, કચ્છ, ભૂજ, આદીપૂર, બરોડા, ભાવનગર, પાલનપૂરની ટીમો ભાગ લેશે.
ક્રિકેટ મેચ સાથે અન્ય આકર્ષણોમાં તાલાલા ગીરનાં હબસી કલાકારોનો ડાન્સ, જાણીતા ક્રિકેટરોના ડુપ્લીકેટ, ડ્રીંકસ માટે લાઈટીંગ કાર, મહેમાનો માટે વીઅઈપી બેઠક વ્યવસ્થા, બહેનો માટે અલગ બેઠક વ્યવસ્થા, કોમેન્ટ્રી બોકસ, એલઈડી લાઈટીંગ વાળા સ્ટમ્પ, અનુભવી અમ્પાયરો, સ્કોરરો તથા ગ્રાઉન્ડમેનો, ખેલાડીઓ માટે અલગ પેવેલીયન, ૪ લાઈટીંગ ટાવરો, લાઈવ કોમેન્ટ્રી જેવા અનેક આકર્ષણો રંગત જમાવશે.
રોજ રાત્રે સહ પરિવાર ઉમંગભેર ભાગ લઈને રમતવીરોને પ્રોત્સાહિત કરવા ગજજર સ્પોર્ટસ કલબ વતી પ્રમુખ યોગીનભાઈ છનીયારાની આગેવાની હેઠળ આયોજક સમિતિના પ્રજેશભાઈ છનીયારા, વૈભવભાઈ તલસાણીયા, કલ્પેશભાઈ સંચાણીયા, તેમજ કારોબારી સમિતિનાં રાકેશભાઈ પંચાસરા, અનિલભાઈ ધ્રાંગધરીયા, હિરેનભાઈ ભાડેશીયા, અશ્ર્વીનભાઈ ખારેચા જહેમત ઉઠાવી રહ્યા છે.