ધોરાજી ખાતે આવેલા સરદાર ચોક થી જમનાવડ નો આરસીસી રોડ તુટવા લાગ્યો છે  આ રોડ ના કામનું બાળમરણ નિપજેલ છે જે નજરે જોનારા કહી રહ્યા છે. નજર  નિહાળી શકાતું આકામ જોઈને લોકોમાં ભારે રોસ ભભૂકી ઉઠ્યો છે તાજેતરમાં બનેલા આ આર.સી.સી.રોડનું આટલું મોટું નબળું કામ સામે દેખાઈ રહ્યું છે થોડા સમયબનેલા આરોડ ની હાલત આવી છે તો આવતા ચોમાસામા તો આર.સી.સી.રોડ નું નામો નિશાન મટી જસે  આ આર. સી.સી.રોડ ના કામમાપગની પાની ઘસીએ તો ગાબડા ઉખડી રહયા છે તેવું સ્થાનિક લોકો ભારે કચકચાટ સાથે જોવામળી રહ્યો છે.   ઉચ્ચ આધિકારીની મીઠી નજર તળે ભ્રષ્ટાચાર ની આડમાં  લોટપાણી ને લાકડા જેવું કામ કરી ને પૂર્ણ કરી દીધું છે આ કામની પુરી તપાસ થાય તો સમસ્ત ભ્રષ્ટાચાર સામે આવી સકેતેમ છે પરંતુ આખાઆડા કાન કરવાની ટેવ થી ટેવાયેલા ઉચ્ચસત્તાધીશો માત્ર કાગળ ઉપર કામગીરી કરશે કે કેમ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ પગલાં લેશે કે કેમ તે ધોરાજી ના સ્થાનિક લોકોમાં સવાલો ઉદ્દભવી રહયા છે

ઉલ્લેખનીય છેકે ધોરાજી  વિધાનસભા કોગ્રેસ ના આગેવાનો  સમગ્ર ધોરાજી ની જનતા તથા  ગામડા પથક ના લોકોએ ખોબલેને ધોબલે મત આપી પોતાના પ્રતિનિધિ તરીકે મોકલેલ છે ત્યારે આ આર.સી.સી.રોડમા થયેલા ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડવા માટે તેઓએ આગળ આવીને તટસ્થ તપાસ કરાવવી કરાવવી જોઈએ તેવી લોકોની માગ સાથે માગણી થઇ રહી છે અને હવે જોવાનું એ છેકે પબ્લિકે ચૂંટેલા આગેવાનો ચુંટણી પહેલા જે આગેવાની લઇ ને લોકોના પ્રશ્રે ને  લડત આપતાં હતા.તે કોગ્રેસ ના આગેવાનો આ છભભ રોડ ના ભ્રષ્ટાચાર સામે કેમ મૌન સેવી રહ્યા છે ?  તે ચર્ચા એ ધોરાજી શહેર ના લોકો મા ભારે જોર પકડી રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.