ગાર્ડી વિદ્યાપીઠની મિકેનીકલ એન્જીનીયરીંગ શાખાના સાતમાં સેમેસ્ટરના વિદ્યાર્થી કરણ સાકરીયાએ તાજેતરમાં યોજાયેલ જીટીયુની ઈન્ટર ઝોનલ લેવલ સ્પર્ધા સ્પીરીટ ૨૦૧૮-૧૯ની ૧૦ મીટર પિસ્ટલ શુટીંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે સુવર્ણ પદક હાંસલ કરીને પંજાબ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યો છે.
આગામી ૩૧ ઓકટોબરથી ૫ નવેમ્બર વચ્ચે પંજાબ યુનિવર્સિટી દ્વારા ચંદીગઢ ખાતે યોજાનાર ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી શુટીંગ ચેમ્પીયનશીપમાં ૧૦,૨૫ અને ૫૦ મીટર રેન્જની સ્પર્ધામાં કરણ ભાગ લેવા જશે. આ સ્પર્ધા એસોસીએશન ઓફ ઈન્ડીયન યુનિવર્સિટી, ન્યુ દિલ્હી દ્વારા આયોજીત કરવામાં આવી છે.
કરણ સાકરીયાને તેની સફળતા બદલ સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, વાઈસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા, કેમ્પસ ડાયરેકટર ડો.એસ.બી.જાડેજા અને મીકેનીકલ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પ્રિયાંક ઝવેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન માટે સમગ્ર ગાર્ડી વિદ્યાપીઠ પરીવાર તરફથી શુભેચ્છાઓ આપી હતી.