બીએચ ગાર્ડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીના સીવીલ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ દ્વારા નવા બનવા જઈ રહેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રપોઝડ સાઈટ હિરાસરની કોન્ટુઅર મેપ સર્વે પ્રોજેકટ તૈયાર કરવા એક દિવસીય મુલાકાત યોજાઈ હતી.

કોઈ પણ પ્રોજેકટમાં પ્રથમ કોન્ટુઅર મેપ તૈયાર થયા બાદ જ આગળનું પ્લાનીંગ કરવામાં આવે છે. બી.એચ. ગાર્ડી કોલેજના સબજેકટ ઈન્ચાર્જ પ્રો. ગૌરવ જગડના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ પ્લોટીંગ વગેરે બાબતોને આવરી મેપ માટેનો જ‚રી ડેટા એકત્ર કયો હતો. આ મુલાકાતમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા તેમજ તેમને ડેટા એકત્રીકરણમાં મદદ‚પ થવા પ્રો. નતાશા સાગર પ્રો. એકતા નિમાવત અને પ્રો. ધવલ ચાવડા પણ જોડાયા હતા. આ મુલાકાત બાદ વિદ્યાર્થીઓએ કોન્ટુઅપ મેપ તૈયાર કર્યો હતો.આ મુલાકાતના આયોજન બદલ સંસ્થાના ચેરમેન ડો. વી. મહેતા વાઈસ ચેરમેન કિરણ શાહ મેનેજીંગ ડાયરેકટર જય મહેતા, એન્જીનીયરીંગ વિભાગના પ્રિન્સીપલ વિરાંગ ઓઝા અને સિવિલ વિભાગના હેડ પ્રો. વિમલ પટેલ દ્વારા ફેકલ્ટીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.