તાજેતરમાં ગાર્ડી વિદ્યાપીઠની બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા સિવિલ એન્જી.ના છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે રૈયા ગામ સ્થિત રાજકોટ મનપાના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતનું આયોજન કરાયું હતું. આ મુલાકાત બાદ વિદ્યાર્થીઓએ સ્યુએજ ટ્રીટમેનટના એડવાન્સમેન્ટ માટે પ્રોજેકટ બનાવવા માર્ગદર્શન અપાયું હતું. સિવિલ એન્જીનિયરીંગમાં સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે તે નિહાળવા રાજકોટ નજીક રૈયા ગામ સ્થિત ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરાવાય હતી.
વિદ્યાર્થીઓએ સાઈટ એન્જીનિયર સાથે ચર્ચા કરી, પ્લાન્ટની કાર્યપ્રણાલી વિશે સમજ મેળવી હતી. તેમણે ટ્રીટમેન્ટ પ્લાન્ટના ડિઝાઈન કમ્પોનન્ટ વિશે જાણ્યું હતું. તેમને આ પ્રકારના પ્લાન્ટના એડવાન્સમેન્ટ માટે પ્રોજેકટ પણ અપાયો હતો. આ સાથે વિદ્યાથર્છીઓએ એનવાયરમેન્ટલ એસટીપી લેબોરીટરીની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનું આયોજન કરવા માટે સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, વાઈસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા, એન્જીનિયરીંગ વિભાગના પ્રિન્સીપાલ વિરાંગ ઓઝા અને સિવિલ વિભાગના હેડ પ્રો.વિમલ પટેલ દ્વારા ફેકલ્ટીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.