વિધાર્થીઓએ લીડરશીપ અને નીતિશાસ્ત્રનો તુલનાત્મક કેસ સ્ટડી એનાલિસિસ રજુ કર્યો
ગાર્ડો વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ દરમિયાન જ પ્રાયોગિક અનુભવો થકી આત્મવિશ્વાસ અને હકારાત્મક અભિગમ કેળવી વાસ્તવિક દુનિયા સાથે કદમ મેળવવા સક્ષમ બનાવવામાં આવે છે . તાજેતરમાં ગાર્ડી વિદ્યાપીઠના એમબીએના વિદ્યાર્થીઓએ હાવર્ડ બિઝનેસ સ્કૂલના કેસ સ્ટડી એનાલિસિસ અભિગમને અનુસરીને લીડરશીપ અને નીતિશાસ્ત્રનો તુલનાત્મક કેસ સ્ટડી એનાલિસિસ રજુ કરીને ભારતીય અભ્યાસના સંદર્ભે એક અનુકરણીય અને નાવીન્યસભર પગલૂું ભર્યુ કર્યું હતું .
બિઝનેસ કેસ સ્ટડી એટલે અનિશ્ચિતતાઓને મેનેજ કરવાની કે સમાધાન મેળવવાની કળા કેસ સ્ટડી એનાલિસિસ એટલે રીયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્યુશનનું પ્રશિક્ષણ વૈશ્વિક ધોરણે પ્રથમ સ્થાને આવતી અમેરીકાની હાવર્ડ બિઝનેસ સ્કૂલ પોતાના અભ્યાસક્રમમાં કેસ એનાલિસિસને સૌથી વધુ મહત્વ આપે છે. આ કારણથી જ હાર્ડ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ વિશ્વકક્ષાએ ખ્યાતનામ કંપનીઓમાં ઉચ્ચ હોદા ઉપર કાર્યરત હોય છે.
બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા એમબીએના વિદ્યાર્થીઓ એ લીડરશીપ અને નીતિશાસ્ત્રનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરતુ કેસ સ્ટડી એનાલિસિસ વર્ગખંડમાં કર્યું હતું . જેમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ થિયોડોર રુઝવેલ્ટ અને વિલિયમ ટાફટની નેતૃત્વશૈેલી તથા તેમણે લીધેલા નિર્ણયોની અનુગામી અસરો પર વર્ગખંડમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ એ જાતે જ કેસ સ્ટડી ની પસંદગી આકરણી અને પ્રસ્તુતિકરણ કર્યું હતું દિવ્યા જેઠવા , ઉવંશી બદરકિયા અને વિકી સોલંકીએ પ્રોફેસર જીત માધાણીના માર્ગદર્શન હેઠળ કેસ સ્ટડીનું પ્રેઝન્ટેશન કર્યું હતું.
ગાર્ડી વિદ્યાપીઠ સંસ્થાના મેનેજિંગ ડિંરેકટર જય મહેતા એ વધુમાં જણાવ્યું હતું કે એમનોએ અભ્યાસક્રમમાં કેસનું સમયાંતરે થતું આયોજન એ ગાર્ડી વિધાપીઠના એમબીએ અભ્યાસક્રમની આગવી ઓળખ છે . તેનાથી વિદ્યાર્થીઓનો કારકિર્દીલક્ષી વિકાસ બહુઆયામી બને છે . ભવિષ્યમાં પણ આવા આયોજનો સાર્થક કરતા રહે તે આશા સહ જય મહેતા એ એમબીએના વિધાર્થીઓ અને શિક્ષક્ોને તેમજ સંસ્થાના ચેરમેન ડી . વી . મહેતા અને કેમ્પસ ડિરેક્ટર એસ બી જાડેજા એ એમબીએના સર્વે પ્રોફેસરોને શુભકામનાઓ પાઠવી હતી.