એડ મેડ શો. કલ્ચર કયુઝન, ટશન એ ટીક-ટોક સહિતના પાંચ કાર્યક્રમોમાં ૪૫૦ વિઘાર્થીઓએ ભાગ લીધો
કુમારી એમ.એચ. ગાર્ડી સ્કુલ ઓફ મેનેજમેન્ટ દ્વારા કોલેજમાં એમ.એકસ-ર કોમ્બર ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ પ્રકારની પ્રવૃતિ રાખવામાં આવી હતી. કેશ સ્ટડી એનાલીશ, બીઝનેસ બાજીગર, એડ મેડ શો કલચર ફયુઝન, ટશને -એ- ટીક ટોક જેવી સ્પર્ધાઓ હતી. આ પ્રવૃતિઓમાં કુલ ૪૫૦ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમથી વિઘાર્થીઓમાં વિચાર શકિત વતે તેમજ બહારથી આવેલી કંપનીઓની સમસ્યા નો ઉકેલ વિઘાર્થીઓ જાતે ઉકેલી કંપનીના હેડને સમજાવીયા આ રીતે તેઓને ભવિષ્યમાં કાંઇપણ કંપનીમાં પેલ્સમેન્ટ મેળવામાં ખુબ જ સારી સફળતાઓ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીલેશ અંકલેસ વરીયા (હેડ ઓફ ડીપાર્ટમેન્ટ) એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે કુમારી એમ.એચ.ગાડી સ્કુલ ઓફ મેનેજમેન્ટ સાથે હું ઘણા વર્ષોથી જોડાયેલો છું. આ ઇવેન્ટનું આયોજન અમે ૨૦૧૫ થી શરુ કર્યુ હતું. આજ દિન સુધી આ ઇવેન્ટમાંથી અમારા ઘણાં વિઘાર્થીઓ પોતાના કેરીયરની સફળતાઓ મેળવી છે. આ ઇવેન્ટમાં વિઘાર્થીઓ ને બહારથી આવેલી કંપનીઓની સમસ્યા જાતે ઉકેલ કરી તેમની સામે રજુ કરવાની હોય, જે તેમને તેમના પેલ્સમેનટ સમય ખુબ જ ઉપયોગી થાય છે. સાથે પાંચ અન્ય પ્રકારની પ્રતિઓ કરવામાં આવી હતી. જેવી કે કેશ સ્ટડી, બીઝનેશ બઝાર, એડ મેડ શો, કલ્ચર ફુયઝન ટશન-એ-ટીકટોક, જેમાં કુલ ૪૫૦ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો.
દોશી વતસ્લ (વિઘાર્થી) એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે મારા માટે આ ગર્વની વાત છે. કે હું કુમારી એમ.એચ. ગાર્ડી
સંસ્થાના માઘ્યમથી મારા શિક્ષણ અને કેરીયર ની ખુબ સારી શરુઆત કરી રહ્યો છે. આજે કોઇપણ કંપનીમાં તમારે જોબ પર ચડવું હોય તો ડીગ્રીજી જરુરી છે. પાકા અહિ ડીગ્રી સાથે પ્રેકટીકલ જ્ઞાન મળે છે. બહારથી આવેલી કંપનીઓ તેમની સમસ્યા લઇને આવે છે. અને અમે વિઘાર્થીઓ તેનો ઉકેલ કરી આવનારા દિવસોમાં અમારા પેલ્સમેનટ માટે વધુ સફળ બની છે. આવા કાર્યક્રમથી અમને આગળ વધવાની ખુબ સારી તકો મળે છે.
ડો. વિશાલ ખગશીવાલા (એમ.બી.એ ડિપાર્ટમેન્ટ ડિરેકટર) એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, સારી સંસ્થામાં વિઘાર્થીઓ માત્ર ચોપડીનું જ્ઞાન નહિ પણ પ્રેકટીકલ જ્ઞાન મળે તેવો હેતું છે. અમે ૨૦૧૫ થી એન.એકસ કોમ્બટ કરીને એક ઇવેન્ટ શરુ કરી છે. જેમાં પાંચ પ્રકારની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. કેશસ્ટડી એનાલીશ, બીઝનેશ બાઝીગર, એડ-મેડ શો, કલ્ચર ફયુઝન ટશને-એ-ટીકટોક આમાં વિઘાથીઓ પોતાની અંદર રહેલી આવડત અને લાયકાત બહાર લાવી શકે છે. ખાસ તો જે વિઘાર્થીઓને પેલ્સમેન્ટ સમયે બહારથી કંપનીઓ આવે છે તેમાં પસંદગી પામવામાં ખુબ જ ઉપયોગી થાય છે. વિઘાર્થીઓને અમે ખુબ પ્રોત્સાહીત કરી છીએ. તેઓ તેમના ભવિષ્યમાં વધુ સફળતાઓ મેળવે.