૩૦૦૦ જેટલી કાપડની થેલીનું વિતરણ કર્યુ

રાજકોટની ગારડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ અને ટેકનોલોજી દ્વારા પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી સીંગલયુઝ પ્લાસ્ટીક બંધ કરવાની અપીલને ઘ્યાને લઇ કોલેજના વિઘાર્થીઓ દ્વારા કપડાની થેલીઓ બનાવવામાં આવી હતી. આશરે ર૦૦ થી રપ૦ જેટલા વિઘાર્થીઓ દ્વારા પોતાના ઘર તથા આજુબાજુની સોસાયટીમાં નકામાં વધારાના પડેલા કાપડમાંથી થેલીઓ બનાવવામાં આવી હતી. આશરે ૩૦૦૦ જેટલી બનાવાયેલ આ થેલીઓને શહેરની આજુબાજુના પાંચ ગામોમાં વિતરણ કરવામાં આવ્યું દઉ તથા પ્લાસ્ટિકથી થતાં નુકશાની વિશે જાગૃતતા આપવામાં આવી હતી. અને પ્લાસ્ટિકની ઉપયોગય બંધ કરવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી.

કાજલ દુધાતરા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ અપીલ કે સીગલ યુઝ પ્લાસ્ટીક બંધ કરવું તે અંતર્ગત અમારી કોલેજનાં પાંચ ગામોને અમે દતક લઇ પ્લાસ્ટિક ની કોથળીઓ વિઘાર્થીઓ દ્વારા ઉધરાવી. કપડાની થેલીઓ આપવાના છીએ અમારા વિઘાર્થીઓ આ કપડાની થેલીઓ બનાવીને આપશે. વિઘાર્થીઓ દ્વારા પોતાના ઘરમાં તથા આજુબાજુના વિસ્તારોમાં થી વધારાનું કાપડ, કપડા ભેગા કરીને એમાંથી થેલીઓ બનાવી છે. અંદાજે એન્જીનીયરીંગ આઇસીએ ના ૩૦૦ જેટલા વિઘાર્થીઓએ ભાગ લીધો છે. ૩૦૦૦ જેટલી થેલીઓ બનાવવાની લક્ષ્યાંક છે.

3 2 1

ધવલ સુથારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટીકની અંદર જે પોલીથીન મટીરીયલ આવે છે તે કેન્સર થવા માટે જવાબદાર છે. તો જાગૃતતા ફેલાવા માટે આપણે પ્લાસ્ટીકની જગ્યાએ કાગળમાંથી બનેલી વસ્તુનો ઉપયોગ કરવો જોઇએ. તથા કપડાની થેલીનો પણ ઉપયોગ કરવો જોઇએ. જે માટે અમારા વિઘાર્થીઓ જાગૃતતા માટે આ ઝુબેશ ઉપાડેલી છે. ખ્યાતિએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજનો અમારી કાર્યક્રમએ  એ છે કે પ્રધાનમંત્રીના ઉન્નત ભારત અભિયાન અંતર્ગત અમારી કોલેજમાં કાપડની થેલીઓ બનાવવામાં આવશે અને આજુબાજુના ગામોમાં ઘરે ઘરે જઇ તેનું વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.