સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ૮મા વર્ષે સમાજના શ્રેષ્ઠીઓનું કરાયું સન્માન
છેલ્લા સાત વર્ષથી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ – દીકરાના ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સામાજિક ક્ષેત્રે કાર્યાન્વિત અગ્રણીઓને ગારડી એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા હોય છે. જેમાં આ વર્ષે લોકડાઉન અને કોરોના કાળમાં પણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવીને અવિરતપણે સેવા શરૂ રાખનારા સમાજના શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે કુલ ૪ શ્રેષ્ઠીઓને ગારડી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
છેલ્લા સાત વર્ષથી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ – દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા સામાજિક ક્ષેત્રમાં પોતાના ફાળો આપી જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવનાર શ્રેષ્ઠીઓનું સન્માન ગારડી એવોર્ડથી કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ પરંપરા જાળવીને શહેરના કુલ ૪ શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કાનુડા મિત્ર મંડળના રાકેશભાઈ રાજદેવ, પર્યાવરણપ્રેમી વિજયભાઈ ડોબરીયા, સેવાભાવી અગ્રણી અને દાતા ભાવેશભાઈ શેઠ અને ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ હીરાણીનો સમાવેશ કરાયો હતો.
રાકેશભાઈ રાજદેવે લોક ડાઉનના સમયગાળામાં જરૂરિયાતમંદ લોકોને કાનુડા મિત્ર મંડળના નેજા હેઠળ દરરોજ ભોજન પૂરું પાડ્યું હતું તેમજ જરૂરિયાતમંદ લોકોની તમામ જરૂરિયાતોની કાળજી લીધી હતી જેના પરિણામેં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે, તેમના વતી તેમના પત્ની હાજર રહ્યા હતા.
વિજયભાઈ ડોબરીયા કે જેઓ સમગ્ર રાજકોટની જનતામાં પર્યાવરણપ્રેમી તરીકે પ્રખ્યાત છે. રાજકોટ શહેરના તમામ વિસ્તારમાં માનવ સેવા ટ્રસ્ટના વૃક્ષો વાવેલા નજરે પડતા હોય છે જે વિજયભાઈ ડોબરિયાના મહેનતનું પરિણામ છે. તે ઉપરાંત તેમણે લોકડાઉનના સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોની ખૂબ સેવા કરી હતી જે બાદલ તેમને બિરદાવામાં આવ્યા હતા.
ભાવેશભાઈ શેઠ કે જેઓ સમાજના અગ્રણી અને દાતા તરીકે ઓળખાય છે. સમાજને ફાયદો પહોંચાડનાર કોઈ પણ કાર્ય હોય તેમાં ભાવેશભાઈ શેઠ હાજર રહેતા હોય છે. લોક ડાઉન દરમિયાન ભૂખ્યાંને અન્ન પહોંચાડવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું છે. સતત રસોડું ચાલુ રાખીને તેમણે શહેરના તમામ વિસ્તારમાં અન્ન પહોંચાડ્યું છે. સતત ૭૦ દિવસ સુધી આ ભગીરથ કાર્ય શરૂ રાખવમાં આવ્યું હતું.
ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ કે જે શહેરના યુ.કે. એટલે કે ઉપલા કાંઠા વિસ્તારમાં કાર્યરત છે. ઝુપ્પડપટ્ટીના જે બાળકો અને તેમના માતા પિતાએ તેમના જીવનમાં ક્યારેય શાળા નથી જોઈ તેમને શાળા સુધી પહોંચાડવાનું કાર્ય સંજયનભાઈ હિરાણીએ કર્યું છે. ઉપરાંત રૂ. ૧૬ કરોડના ખર્ચે ઉપલાકાંઠા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો માટે હોસ્પિટલ બનાવવાનું ભગીરથ કાર્ય પણ કરાઈ રહ્યું છે.
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના કારણે સેવાકીય પ્રવૃત્તિ કરવાની પ્રેરણા મળે છે: સંજયભાઈ હિરાણી
સંજયભાઈ હિરાણીએ કહ્યું હતુ કે સંસ્થાના દરેક કાર્યકરોનું સન્માન છે. આખા રાજકોટમાં નાની મોટી સંસ્થાઓને પ્રેરણા આપવી તેને બીરદાવવાની કામગીરી કરતા હોય તેને બીરદાવવા માટેનો છે. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યકત કરતા જણાવે છે કે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ કાર્યકરો મોભી અને દાતાઓને સારી એવી કામગીરી કરવાની પ્રેરણા મળે છે. મેનેજમેન્ટ અને દાતાઓનાં કારણે છેવાડાના લોકો સુધી પહોચી શકાય છે.
વિવિધ ક્ષેત્રમાં સેવા બદલ એવોર્ડ અપાયા: મુકેશભાઈ દોશી
મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતુ કે દિકરાનુઘર વૃધ્ધાશ્રમ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. એવા વીરલાઓને શોધી શોધી હોંસલો બુલંદ થાય તેવા ભાવથી પૂ. દિપચંદભાઈ ગાર્ડીના નામથી ગાર્ડી એવોર્ડ એનાયત કરવામાં આવે છે આ એવોર્ડ ગુજરાત રાજયનાં સ્થાપના દિને અપાય છે. ચાલુ વર્ષે આઠ લોકોને એવોર્ડ એનાયત થયો છે. અને બે તબકકાની અંદર વિતરણ થયું છે. ગત રવિવારે રાજકોટ નગરપાલીકાના પોલીસ કમિશ્નર જેને સારી જવાબદારી કોરોના કાળ દરમિયાન નીભાવી તેને અપાયો તથા જેમણે ઉદ્યોગ ક્ષેત્રે સારૂ કામ કર્યું છે તેવા બીપીનભાઈ હદવાણીને પણ અપાયો હરીસીંગભાઈ સુચરીયા જેમને ગૂરૂદ્વારા ખાતે કોરોનાના કાળમાં સતત રસોડુ ચાલુ રાખ્યું ને હજારો લોકોને જમાડયા સંજયભાઈ હિરાણી, વિજયભાઈ ડોબરીયા, રાકેશભાઈ રાજદેવ, ભાવેશભાઈ શેઠ કેટલા વર્ષેથી સમાજમાં શુ કામગીરી છે તમામ મુદાને ધ્યાને લઈ એવોર્ડ અપાય છે.