વિજેતા થયેલા ખેલૈયાઓને અપાયા પ્રોત્સાહક ઈનામો: નાગરીક પરિવારનાં હોદ્દેદારોની બહોળી ઉપસ્થિતિ
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા રાસોત્સવ રાજકોટનાં સેલીબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રીતે યોજાયેલ હતો. તેમાં નાગરિક પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વય જુ પ્રમાણે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ ખેલાડીઓને, વેલ ડ્રેસને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
આ રાસોત્સવમાં નલિનભાઇ વસા (ચેરમેન), જ્યોતીન્દ્રભાઇ મહેતા (ચેરમેન-નાફકબ), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), હરીભાઇ ડોડીયા (ડિરેકટર), ગીરિશભાઇ દેવળીયા (ડિરેકટર), શૈલેષભાઇ ઠાકર (ડિરેકટર), હંસરાજભાઇ ગજેરા (ડિરેકટર), સુનિલભાઇ રાઠોડ (ડિરેકટર), રાજશ્રીબેન જાની (ડિરેકટર), કિર્તીદાબેન જાદવ (ડિરેકટર) ઉપરાંત શાખા વિકાસ સમિતિનાં સદસ્યો, નાગરિક પરિવારજનો ઉપસ્તિ રહ્યા હતા. જજ તરીકે જ્યોતિબેન રાજ્યગુ‚ (વાઇસ પ્રિન્સીપાલ, કણસાગરા કોલેજ ) અને વિરલભાઇ રાવલ (આકાશવાણી) સેવા આપી હતી.
રાસોત્સવને સફળ બનાવવા માટે શૈલેષભાઇ ઠાકર, હંસરાજભાઇ ગજેરા, જીમ્મીભાઇ દક્ષીણી, વિનોદ શર્મા, રજનીકાંત રાયચુરા, કિશોરભાઇ મુંગલપરા, હરીશભાઇ શાહ, નિલેશભાઇ શાહ, ઉમેદભાઇ જાની, કિરીટભાઇ કાનાબાર, જયંતભાઇ રાવલ, ભીમજીભાઇ ખૂંટ, મનસુખભાઇ ગજેરા, દુષ્યંતભાઇ ઉપાધ્યાય, પંકજભાઇ જાની, કાર્તિકસિંહ જાડેજા, આનંદભાઇ શુકલ, શ્યામભાઇ જાની, જયેન્દ્રભાઇ રાવલ, સરોજબેન કુકાસણીયા વગેરેએ આગ જહેમત ઉઠાવી હતી.