જવાબદારો સામે જીવ હત્યાનો ગુના નોંધો, ગૌશાળાના સંચાલકોને પણ આરોપી ગણી નાણા રીકવર કરો, વિપક્ષનો એક સૂર
જૂનાગઢમાં ગઈકાલે વિપક્ષે મનપાના અનેક કૌભાંડોને લઈ ખાસ જનરલ બોર્ડ બોલાવ્યું હતુ આ જનરલ બોર્ડ શ થાય તે પહેલા જકોંગ્રેસના કોર્પોરેટરો ગાયના મહોરા પહેરી મનપામાં પ્રવેશ્યા હતા ત્યારથી જ આ મુદે તડાપીઠ રહેશે તેવું ઉપસ્થિતોનું પુર્વાનુમાન હતુ પરંતુ ગૌવંશ સહિત કચરા કૌભાંડ અને વૃક્ષોના વાવેતરનાં કૌભાંડ પણ જનરલ બોર્ડમાં ગાજયા હતા.
આ અંગે વધુ વિગત અનુસાર કોંગ્રેસના કોર્પોરેટરોએ ગાયના મહોરા પહેરીને બોર્ડમાં પ્રવેશ કર્યો હતો. અને બોર્ડમાં પણ તેવી જરીતે બેઠા હતા. જનરલ બોર્ડનો પ્રારંભ થતા માત્ર વિપક્ષના નેતા સતીષ વીરડા જ બોલ્યા હતા. બાકી ભાજપના નેતાઓ શ્રોતાલની ગયા હતા બોર્ડમાં સતીષ વિરડાએ કમિશ્નરનો ઉધડો લેતા કહ્યું હતુ કે બી.પી.એમ.સી.ની કળ સેકસન હેઠળ તમે કમીટીની નિમણુંક કરી છે. અણધાર્યા અને અણીયારા સવાલથક્ષ મુંજાયેલા કમિશ્નરે કાયદાની બુક મંગાવી હતી. ગૌવંશને પાંજરાપોળ અને ગૌશાળામાં જે ગાયો મોકલવામાં આવી હતી તેની શું સ્થિતિ છે.
તેની તપાસ કેમ ન થઈ ગૌશાળાના સંચાલકો અને ખાટકીને વેચી નાખ્યા છે. અથવા ભૂખ્યા તરસ્યા મારી નાખ્યા છે. તેની મિલ્કત જપ્ત કરો અને નાણાની રીકવરી કરો બલરામ ગૌશાળાના પશુ, તોરણીયા ગૌશાળા વાળા લઈ જાય આવું કેમ બને અને પીયા પણ આપી દીધા આ પૂર્વે આયોજીત કાવત છે. સઅપરાધ ગુનો હોય કમિશ્નર સામે સદોષ અપરાધનો ગુનો નોંધવો જોઈએ અને ગૌશાળાના સંચાલકોને સહ અરોપી બનાવવા જોઈએ મેયર ખુદ કમિશ્નર સામે ફરિયાદ નોંધાવે આ ઉપરાંત ભાજપની પકડ રહી નથી
તે માટે મેયર, ડે.મેયર, સ્થાયી મકીટીના ચેરમેન શાસક પક્ષના નેતાઓ નૈતીકતા સમજી રાજીનામા આપી દેવા જોઈએ તેમજ બોર્ડમાં ડ્રાઈવરની ભરતી અને પ્રમોશન માટે પણ રજૂઆત કરી હતી વધુમાં સતીષ વિરડાએ કહ્યું હતુ કે કમિશ્નર તમે સવારના બ્રશ કરવાનું શ કરો ત્યારથી કૌભાંડ શ થઈ જાય છે. આજે સવારે પેટ્રોલ પંપ ઉપર મનપાનું વાહન પેટ્રોલ પુરાવવા ગયું હતુ ૮ લીટરની ચીઠ્ઠી હતી અને ડ્રાઈવરે ૩ લીટર પેટ્રોલ પુરાવ્યું અને બીલ લીધુ પાંચ લીટરનું આમ પેટ્રોલ પંપનુ લાયસન્સ રદ થયું જોઈએ આ ઉપરાંત મફતમાં મળતા વૃક્ષો માટે વૃક્ષો પાછળ લાખો પીયાનો ખર્ચ કચરાના વાહન ગેરકાયદેસર રીતે વજન કરાવાઈ રહ્યો છે. જેવા સણસણતા આક્ષેપો જનરલ બોર્ડમાં ગાજયા હતા તો સામા પક્ષે શાસક પક્ષના નેતાએ જણાવ્યું હતુ કે મનપામાં ભ્રષ્ટાચારનું કોઈ સ્થાન નથી અને ભ્રષ્ટાચારી ચમરબંધીને પણ છોડાશે નહિ.