વિશ્ર્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિ પર્વનો આરંભ થઇ ચુકયો છે. વાતાવરણ ભકિતમય બની ગયું છે. નાની બાળાઓ સાથે ભારે ભકિતભાગ સાથે માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. પ્રાચિન રાસોત્સવ ગુજરાતની સદીઓ જુની પરંપરા છે. રાજયની અસ્મિતા અને ધાર્મીક ધરોહર છે.
બીજા નોરતે હોંશભેર ગરબે ઘુમી બાળાઓને માતાજીની આરાધના કરી હતી. રાજકોટમાં મોટાભાગના વિસ્તારોમાં ગરબીમાં બાળાઓ રાસની રમઝટ બોલાવી રહી છે. હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ રાસ રજુ કરવામાં આવે છે. અર્વાચિન રાસોત્સવના આક્રમણ વચ્ચે પ્રાચીન ગરબીઓએ પોતાનું મહત્વ અને અસ્તિત્વ મજબુત પણે ટકાવી રાખ્યું છે. આજે પણ ગરબી મંડળના રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
અનેક સ્થળોએ આજે પણ પરંપરાગત રીતે તબલા, મંજીરા, ઢોલ જેવા સંગીતા વાદ્યો સાથે ગાયક કલાકારો દ્વારા મોઢેથી ગીતો ગાય માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. માઁની ભકિતમાં તમામ પ્રકારના નીતિ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યું છે